મિત્રના જન્મદિવસમાં જઈ રહેલા મિત્રનું રસ્તામાં અકસ્માતમાં દર્દનાક મોત… જન્મદિવસની ખુશીઓમાં માતમ છવાઈ ગયો…

હાલમાં બનેલી એક રૂવાડા ઉભા કરી દેનારી અકસ્માતની ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં મિત્રના જન્મદિવસની પાર્ટીમાં જઈ રહેલા યુવકને રસ્તામાં અકસ્માત નડ્યો હતો. યુવક કાર લઈને જન્મદિવસની પાર્ટીમાં જઈ રહ્યો હતો. ત્યારે રસ્તામાં અજાણ્યા વાહને યુવકની કારને જોરદાર ટક્કર લગાવી હતી. જેના કારણે બેકાબુ બનેલી કાર પલટી ખાઈ ગઈ હતી.

આ ઘટનામાં કારમાં સવાર યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. ત્યારબાદ તેની સાથે હાજર અન્ય મિત્રો તેને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં હાજર ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. દીકરાના મોત ના સમાચાર મળતા જ પરિવારના સભ્યો તાત્કાલિક હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. આ અકસ્માતની ઘટના ઉત્તરપ્રદેશના ઈટાવા માંથી સામે આવી રહે છે.

ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો મૃત્યુ પામેલા યુવકનું નામ મુકુલ તિવારી હતું અને તેની ઉંમર 21 વર્ષની હતી. ગઈકાલે રાત્રે લગભગ 9:00 વાગ્યાની આસપાસ મુકુલને નેશનલ હાઈવે બે પર અકસ્માત નડ્યો હતો. મુકુલ કારમાં સવાર હતો ત્યારે તેની કારને અજાણ્યા વાહને ટક્કર મારી હતી.

જેના કારણે કાર પલટી ખાઈ ગઈ હતી. અકસ્માતની ઘટનામાં મુકુલ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. આ કારણોસર તેનું મોત થઈ ગયું હતું. જાણવા મળી રહ્યું છે કે, અકસ્માતની ઘટના બની ત્યારે મુકુલ પોતાના મિત્રો સાથે કારમાં જઇ રહ્યો હતો. આ દરમિયાન રસ્તામાં એક અજાણ્યા વાહને તેમની કારને ટક્કર મારી હતી.

અકસ્માતની ઘટના બન્યા બાદ આસપાસના લોકો ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા. આ ઘટનામાં મુકુલને ગંભીર રીતે ઇજા પહોંચવાના કારણે તેનું ઘટના સ્થળે જ મોત થઈ ગયું હતું. દીકરાના મોતના સમાચાર મળતા જ પરિવારના સભ્યોએ હૈયાફાટ રૂદન કર્યું હતું. ઘટનાની માહિતી મળતા પોલીસ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી આવી હતી અને સમગ્ર ઘટનાને લઈને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*