હાલમાં બનેલી એક દુઃખદ ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં મિત્રો સાથે પિકનિક પર ગયેલા એક 17 વર્ષના કિશોરનું ડેમમાં ડૂબી જવાના કારણે મોત થયું છે. તેને સારું એવું તરતા આવડતું હતું એટલે તે પોતાના મિત્રો સાથે ડેમમાં ન્હાવા માટે ઉતર્યો હતો. આ દરમિયાન ડેમમાં નહાતી વખતે કિશોરનો પગ ઝાડી ઝાખરામાં ફસાઈ ગયો હતો.
ત્યાર પછી તે બહાર નીકળી શક્યો નહીં અને તેનું પાણીમાં ડૂબીને મોત થઈ ગયું હતું. સમગ્ર ઘટનાની જાણ થતા જ આસપાસના લોકો ત્યાં દોડી આવ્યા હતા. ઘટનાની માહિતી મળતા પોલીસ પણ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી આવી હતી. તરવૈયાઓ એ લગભગ પાંચ કલાક સુધી સર્ચ ઓપરેશન કર્યું હતું.
પછી કિશોરનો મૃતદેહ પાણીમાંથી મળી આવ્યું હતું. દીકરાના મોતના સમાચાર મળતા જ માતા પિતાએ હૈયાફાટ રૂદન કર્યું હતું. આ ઘટના ઝાંસીમાંથી સામે આવી રહી છે. મૃત્યુ પામેલા 17 વર્ષના કિશોરનું નામ ફેઝાન હતું. ફેઝાન તેના માતા-પિતાનો એકનો એક દીકરો હતો. મંગળવારના રોજ ફેઝાન પોતાના પિતરાય ભાઈ અને તેના વિસ્તારમાં રહેતા બે મિત્રો સાથે ડેમ પર પિકનિક બનાવવા માટે ગયો હતો.
આ દરમિયાન બધા ડેમમાં નાહવા માટે ઉતર્યા હતા. ફેઝાનને સારું એવું તરતા આવડતું હોવાના કારણે તે ઊંડા પાણીમાં ગયો હતો. પરંતુ અહીં પાણીની અંદર રહેલા ઝાડી ઝાખરામાં તેનો પગ ફસાઈ ગયો હતો. પછી તેને પોતાનો પગ બહાર કાઢવાના ઘણા પ્રયાસો કર્યા પરંતુ તેનો પગ બહાર નીકળ્યો નહીં અને તેનું પાણીમાં ડૂબીને મોત થઈ ગયું હતું.
આ ઘટના બનતા જ ભારે દોડધામ મચી ગઈ હતી આસપાસના લોકો ત્યાં દોડી આવ્યા હતા અને ઘટનાની માહિતી પોલીસને આપવામાં આવી હતી. ત્યારબાદ પોલીસે સ્થાનિક તરવૈયાઓની મદદથી પાણીમાં ડૂબી ગયેલા ફેઝાનના મૃતદેહની શોધખોળ શરૂ કરી હતી. લગભગ પાંચ કલાક બાદ તેનું મૃતદેહ મળી આવ્યું હતું. દીકરાનું મૃતદેહમળતા જ પરિવાર ઉપર દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment