સોસાયટીમાં રમતા ચાર વર્ષના બાળક પરથી સવાર થઈ ગઈ કાર અને નીપજ્યું કરૂણ મોત – જુઓ વિડિયો

526

ગાંધીનગરની એક રૂંવાટા ઉભા કરી દે તેવી ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર અહીં પાર્કિંગમાં રમી રહેલા ચાર વર્ષના બાળકને એક કાર્ય ટક્કર લગાવી હતી. તેના કારણે બાળકનું કરૂણ મૃત્યુ થયું હતું. મળતી માહિતી અનુસાર બાળક તેના મામાના લગ્નમાં આવ્યું હતું.

બાળકના મૃત્યુના કારણે લગ્નમાં શોકનું વાતાવરણ છવાઇ ગયું હતું. ઘટનાની જાણ થતા અડાલજ પોલીસે કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. મળતી માહિતી અનુસાર ચાર વર્ષનો બાળક સોસાયટીના મેઈન ગેટ ની પાસે સાઈડમાં રમી રહ્યો હતો.

ત્યારે સોસાયટીમાં બી 602 માં રહેતા જયરામભાઈ ભવનભાઈ વામજી પોતાની i10 કાર લઈને સોસાયટીની બહાર નીકળી રહ્યા હતા. ત્યારે તેમને સોસાયટીની બહાર રમી રહેલા ચાર વર્ષના માસૂમ બાળક પર કાર ચઢાવી દીધી હતી.

આ ઘટના બનતા જ બાળકના પિતા તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા હતા. પરંતુ હોસ્પિટલમાં સારવાર દરમ્યાન બાળકનું કરૂણ મૃત્યુ થયું છે. સમગ્ર ઘટનાને લઇને બાળકના પિતાની ફરીયાદના આધારે પોલીસે કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધીને તેની ધરપકડ કરી હતી.

આ સમગ્ર ઘટના સોસાયટીની બહાર લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. વાઈરલ થઈ રહેલા સીસીટીવી ફુટેજમાં તમે જોઈ શકો છો કે ગેટની બહાર એક બાળક રમી રહ્યો છે.

ત્યારે સોસાયટીની અંદર થી આવી રહેલી એક કાર બાળક પર ચડી જાય છે. આ ઘટનામાં બાળકનું સારવાર દરમિયાન મૃત્યુ થાય છે. ઘટના બનતા જ સોસાયટીમાં શોકનું વાતાવરણ છવાઇ ગયું હતું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!.