Delhi Bus Accident: હાલમાં બનેલી એક કાળજુ કંપાવી દેનારી અકસ્માતની ઘટનાના સીસીટીવી ફૂટેજ(Delhi Bus Accident) સામે આવી રહ્યા છે. આ ઘટનામાં એક બસ ચાલકે રોડ ક્રોસ કરી રહેલા યુવકને કચડી નાખ્યો હતો. આ કારણસર યુવકનું ઘટના સ્થળે જ મોત થયું હતું. અકસ્માતની ઘટના દિલ્હીના સિવિલ લાઇન્સ(Delhi Civil Lines Accident) વિસ્તારમાંથી સામે આવી રહી છે. આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.
જાણવા મળી રહ્યો છે કે અકસ્માતની ઘટના 3 જૂનના રોજ બની હતી. પરંતુ ઘટનાને સીસીટીવી ફૂટેજ હાલમાં વાયરલ થઈ રહ્યા છે. ઘટનાના વાયરલ થઈ રહેલા સીસીટીવી ફૂટેજ માં તમે સ્પષ્ટ જોઈ શકો છો કે, એક યુવક રોડ ક્રોસ કરી રહ્યો છે. ત્યારે એક બસ વિધાનસભા તરફ વળાંક લે છે અને યુવકને કચડીને ત્યાંથી આગળ વધી જાય છે.
અકસ્માતની ઘટના બન્યા બાદ બસ ચાલક બસ રોકતો નથી, પરંતુ ત્યાંથી ફરાર થઈ જાય છે. મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલો યુવક ફૂડ ડીલેવરી બોય તરીકે કામ કરતો હતો. બસની નીચે કચડાઈ જવાના કારણે તેનું ઘટના સ્થળે જ મોત થયું હતું. સમગ્ર ઘટના બન્યા બાદ પોલીસે લગભગ 20 જેટલા સીસીટીવી ફૂટેજ ચેક કરીને આરોપીની ધરપકડ કરી લીધી છે.
હાલમાં સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. જાણવા મળી રહ્યું છે કે બસ ISBT મોરી ગેટ પાસેથી આવી રહી હતી. આ દરમિયાન બસ ચાલકે 27 વર્ષીય ડીલેવરી બોય ધનવીરસિંહને કચડી નાખ્યો હતો અને જેના કારણે તેનું ઘટના સ્થળે જ મોત થઈ ગયું હતું.
दिल्ली के मजनू का टीला इलाके का खौफनाक सीसीटीवी वीडियो।
बस चालक ने सड़क पर जा रहे शख्स को कुचला, मौके पर मौत#HitandRun #Delhi #DelhiBusAccident
क्लिक कर पढ़ें पूरी खबर…https://t.co/xUHkoup0UR pic.twitter.com/UYqVkWgH2V— Gautam Geetarjun (गीतार्जुन) (@GautamGeetarjun) June 6, 2023
ત્યારબાદ બસ ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. સમગ્ર ઘટના બન્યા બાદ પોલીસ એકશન મોડમાં આવી ગઈ હતી. પોલીસે સીસીટીવી ફૂટેજ છે કે કરીને બસ ચાલકની ધરપકડ કરી છે. બસ ચાલકની ઓળખ ફિરોઝ ખાન તરીકે થાય છે. હાલમાં ઘટનાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે અને વીડિયો જોઈને લોકો અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment