વેરાવળમાં માર્કેટ યાર્ડ નજીક હાઈવે રોડ પર જઈ રહેલા એક પ્રકારનું અચાનક ટાયર ફાટી ગયું અને તેના કારણે ટ્રકમાં આગ લાગી હતી. તેના કારણે ડ્રાઈવરે તાત્કાલિક ને ઉભો રાખી દીધો હતો. જોતજોતામાં તો આખા ટ્રકમાં આગ લાગી ઉઠી હતી અને ટ્રક બળીને ખાખ થઈ ગયો હતો.
યોગ્ય સમયે ડ્રાઇવર ટ્રકમાંથી નીચે ઉતરી જતા કોઈ મોટી ઘટના બની નથી. ઘટનાની જાણ થતા ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી અને ટ્રકમાં લાગેલી આગ પર કાબુ મેળવવા માટે ફાયર વિભાગ ની ટીમને ભારે જહેમત ઉઠાવવી પડી હતી.
આ ઘટના ગઇકાલે મોડી રાત્રે બની હતી. મળતી માહિતી અનુસાર મોડી રાત્રે વેરાવળ-કોડીનાર હાઈવે પર કાજલી માર્કેટ યાર્ડ નજીક હાઈવે રોડ પર સુત્રાપાડા તરફ જઈ રહેલા એક ટ્રકમાં પાછળની બાજુ ધીમે ધીમે આગ લાગે ઉઠી હતી.
વેરાવળમાં માર્કેટ યાર્ડ નજીક હાઇવે પર એક ટ્રકનું ટાયર ફાટતા આગ લાગી ઉઠી, જોતજોતામાં ટ્રક બળીને ખાખ થઇ ગયું… pic.twitter.com/p1UiLJz4s7
— GUJJU ROCKZ (@gujju_rockz) December 13, 2021
તેના કારણે ટ્રક ડ્રાઈવર તાત્કાલિક ટ્રક ની સાઈડ માં ઉભો રાખી દીધો હતો અને ટ્રક ડ્રાઈવર અને કલીનર ટ્રકમાંથી નીચે ઉતરી ગયા હતા. ટૂંક સમયમાં ટ્રકમાં લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. ત્યાર બાદ આ સમગ્ર ઘટનાની જાણ ફાયર વિભાગની ટીમને કરવામાં આવી હતી.
ઘટનાની જાણ થતા હાઇવે ઘટનાસ્થળે પહોંચી આવી હતી અને ટ્રક પર લાગેલ આગ પર કાબુ મેળવ્યો હતો. મળતી માહિતી અનુસાર ટ્રકનું ટાયર ફાટી ગયું હતું અને તેના કારણે ટ્રકના પાછળના ભાગમાં ધીમેધીમે આગ લાગી હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment