પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાના શિવરાજપુરમાં શનિવારના રોજ મોડી રાત્રે બસ સ્ટેશનની અંદર પાર્ક કરેલી 108 માં અચાનક આગ લાગી હતી. આ ઘટના બનતા જ ગામના લોકો ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા અને એમ્બ્યુલન્સ માં લાગેલી આગ પર કાબુ મેળવવાના પ્રયાસો શરૂ કરી દીધા હતા.
મળતી માહિતી અનુસાર શિવરાજપુર જીઆઇડીસી માંથી પાણી લાવીને એમ્બ્યુલન્સ પર લાગેલી આગ પર કાબુ મેળવ્યો હતો. આ ઘટના બની ત્યારે એમ્બ્યુલન્સમાં કોઈપણ વ્યક્તિ હાજર ન હતું.
જ્યારે આ ઘટના બની ત્યારે ગામના લોકોએ ઘટનાની જાણ બહાર વિભાગની ટીમને કરી દીધી હતી. પરંતુ ગામના લોકોએ ફાયર વિભાગની ટીમની રાહ ન જોઈ અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો શરૂ કરી દીધા હતા.
હાલોલના શિવરાજપુરમાં બસ સ્ટેશનમાં પાર્ક કરેલી 108માં અચાનક આગ લાગી, એમ્બ્યુલન્સ બળીને સંપૂર્ણ રીતે ખાખ… pic.twitter.com/qGuaUQnE3G
— GUJJU ROCKZ (@gujju_rockz) December 6, 2021
ઘટનાસ્થળે ફાયર વિભાગની ટીમ પહોંચે તે પહેલા તો ગામના લોકો એમ્બ્યુલન્સ પર લાગેલી આગ પર કાબુ મેળવી લીધો હતો.
મળતી માહિતી અનુસાર જાણવા મળી રહ્યું છે કે 108 એમ્બ્યુલન્સની ઉપરથી પસાર થઇ રહેલા વીજળી વાયરમાં સ્પાર્ક થાય બાદ સર્કિટના કારણે આગ લાગી હતી.
ઘટના બનતા જ ગામના સરપંચ સહિતના ગામના લોકો ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા. ઘટનાની જાણ થતા પાવાગઢ પોલીસ તાત્કાલીક ઘટના સ્થળે દોડી આવી હતી સમગ્ર મામલાને લઈને આગળની તપાસ હાથ ધરી હતી..
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!.