સુરતના વરાછા લસકાણા બ્રિજ ઉપર ચાલતા ટ્રકમાં અચાનક આગ લાગી ઉઠી, ફાયર વિભાગની ટીમે આગ પર મેળવ્યો કાબુ…

477

સુરત શહેરમાં વરાછા થી લસકાણા તરફ જતા બ્રિજ પર એક આઇસર ટેમ્પા માં અચાનક આગ લાગી ઉઠી હતી. મળતી માહિતી અનુસાર જ્યારે બ્રિજ પરથી ટેમ્પામાં પસાર થઈ રહ્યો હતો ત્યારે એકોએક માંથી ધુમાડા નીકળવા લાગ્યા હતા. તે

ના કારણે ડ્રાઈવરે ટેમ્પો તાત્કાલિક ઉભો રાખી દીધો હતો અને ટેમ્પામાં બેઠેલા અન્ય લોકો ત્યાંથી નીચે ઉતરી ગયા હતા. રસ્તાની વચ્ચોવચ ટેમ્પાને સળગતો જોઈ ને અન્ય વાહન ચાલકોમાં ભયનો માહોલ છવાયો હતો અને અફરાતફરી મચી ગઇ હતી.

ઘટનાની જાણ થતા ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી અને ટેમ્પા પર લાગેલી આગ પર કાબુ મેળવ્યો હતો. મળતી માહિતી અનુસાર ટેમ્પો રાજસ્થાનનો પાર્સિંગનો હતું. તે લાકડા ભરીને રિટર્ન થતો હતો. ત્યારે અચાનક જ ટેમ્પામાં ધુમાડા નીકળવા લાગ્યા હતા.

મળતી માહિતી અનુસાર જ્યારે આ ઘટના બની ત્યારે ટેમ્પામાં ડ્રાઈવર ક્લિનર તેમજ અન્ય સાત લોકો સવાર હતા. અચાનક જ એમાં ધુમાડા નીકળતા ડ્રાઇવર તાત્કાલિક ટેમ્પો રોડની વચ્ચોવચ ઉભો રાખી દીધો હતો અને ટેમ્પામાં સવાર બધા લોકોને નીચે ઉતારી દીધા હતા.

અને ત્યાર બાદ આ સમગ્ર ઘટનાની જાણ થાય વિભાગની ટીમને કરી હતી. ઘટનાની જાણ થતા ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી અને ટેમ્પામાં લાગેલી આગ પર કાબુ મેળવ્યો હતો.

આ ઘટના બનતા અન્ય વાહન ચાલકોમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો અને બ્રિજ પર લાંબો ટ્રાફિકજામ સર્જાયો હતો. આ ઘટનામાં ટ્રક નો આગળ નો ભાગ બળી ને સંપૂર્ણ રીતે ખાખ થઈ ગયો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!.