સુરતના હજીરા રોડ પર ચાલતા ટ્રકમાં અચાનક લાગી આગ, ટ્રક ચાલક તાત્કાલિક ટ્રકની બહાર – જુઓ વિડિયો

79

આજકાલ દિવસેને દિવસે રાજ્યમાં ચાલતી કાર અને ટ્રકમાં આગ લાગવાની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે. મળતી માહિતી અનુસાર સુરતના હજીરા વિસ્તારમાં રસ્તા પર ચાલતા એક ટ્રકમાં અચાનક આગ લાગી ગઈ હતી. સુરતના હજીરા વિસ્તારમાં શનિવારના રોજ મધ્યરાત્રીએ રોડ પર ચાલતી ટ્રકમાં અચાનક આગ લાગી જતાં આસપાસના વિસ્તારમાં અફરાતફરી મચી ગઇ હતી.

મળતી માહિતી મુજબ આ સમગ્ર ઘટના LNT કંપનીના નંબર ત્રણ ની નજીક બની હતી. ટ્રકમાં આગ લાગવાની ઘટના બનતા જ સ્થાનિક રિલાયન્સ કંપનીના ફાયર ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી.

અને ટ્રક પર લાગેલી આગ પર કાબુ મેળવ્યો હતો. ટ્રક ચાલક સંપૂર્ણ ટ્રકમાં આગ લાગે તે પહેલા જેટલો ઘરની બહાર આવી ગયો હતો. આ ઘટનાની જાણ થતા પોલીસ પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી.

ટ્રકમાં અચાનક શા માટે આગ લાગી તેનું હજુ કોઈ પણ કારણ સામે આવ્યું નથી. હજીરા રોડ પર ચાલતા ટ્રકના અચાનક આગ લાગી જતાં આસપાસના વિસ્તારમાં અફરાતફરી મચી ગઇ હતી.

પરંતુ તાત્કાલિક પર લાગેલા આગ પર કાબૂ મેળવતા કોઈ મોટી ઘટના બની ન હતી. સુરતમાં છ દિવસ પહેલાં પણ રિંગરોડ નજીક જૂની સબ જેલ પાસે એક આઇસર ટેમ્પા માં અચાનક આગ લાગી ગઈ હતી.

તે ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી. આ ઘટના બનતા રીંગરોડના આસપાસના વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી અને આઇસર ચાલક પણ તાત્કાલિક સમગ્ર ટ્રકમાં આગ લાગે તે પહેલાં બહાર આવ્યો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!