હવામાં ઉડતા રશિયાના સેનાના વિમાન માં લાગી અચાનક આગ, પછી થયું એવું કે…જુઓ વિડિયો…

137

હાલમાં જ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે આ સમગ્ર વિડિયો રશિયાના એક છે સેનાના વિમાનનો છે. ભારતી માહિતી મુજબ એક પ્રોટોટાઈપ ઇલ્યુશિન ઇલ-112 વી લશ્કરે પરિવહન વિમાનમાં ત્રણ પાયલોટ હતા.

મળતી માહિતી મુજબ આ સમગ્ર ઘટના મંગળવારના રોજ મોસ્કો પ્રદેશમાં પરીક્ષણ ફ્લાઇટ દરમિયાન અચાનક ઉડતા વિમાનમાં આગ લાગી હતી અને આ દુર્ઘટનામાં આર આઈ એ ન્યુઝ એજન્સી અનુસાર પ્લેનમાં સવાર ત્રણ પાયલોટના મૃત્યુ થયા છે તેવું સામે આવ્યું છે.

II-112V લશ્કરી ટ્રાન્સપોર્ટ વિમાન મંગળવારના રોજ મોસ્કોથી ૪૫ કિલોમીટર દૂર કુબીન્કા એર ફિલ્ડ પર લેન્ડિંગ માટે આવી રહ્યું હતું ત્યારે અચાનક વિમાનમાં આગ લાગી અને વિમાન જંગલ વિસ્તારમાં તૂટીને નીચે પડ્યું હતું. હા સમગ્ર માહિતી રશિયન યુનાઇટેડ એરકાફ્ટ કોર્પોરેશનના પ્રવક્તાએ આપી છે.

તમે આ વીડિયોમાં જોઈ શકો છો કે રશિયા નું લશ્કરી વિમાન ખૂબ જ નીચે ઊડી રહ્યું હતું અને અચાનક જ વિમાનના એક પાક પર આગ લાગી હતી.

આ ઉપરાંત વિમાનમાં આગ લાગવાના કારણે પાયલોટે તેને બચાવવા માટે વિમાનને ગોથું ખવડાવી હતું પરંતુ વિમાન તો થોડીક વારમાં જ તૂટીને જંગલે વિસ્તારમાં પડ્યું હતું.

અમુક સૂત્રો અનુસાર એવું જાણવા મળ્યું છે કે વિમાનમાં સવાર ત્રણેય પાયલોટ ના મૃત્યુ થયા છે. આ સમગ્ર ઘટનાનો વીડિયો દૂરથી એક સ્થાનિકે પોતાના કેમેરામાં કેદ કરી લીધો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!