આટકોટમાં 4 આખલાઓ વચ્ચે થઈ બબાલ, 2 કાર અને 1 બાઇકને લીધી અડફેટેમાં…જુઓ વિડિયો…

56

રાજકોટ(Rajkot): રાજ્યમાં આખલાઓ નો ત્રાસ દિવસેને દિવસે વધી રહ્યો છે. ત્યારે આટકોટના(Atakota) 4 આખલાઓ વચ્ચેના બબાલનો વીડિયો સામે આવ્યો છે. મળતી માહિતી અનુસાર આટકોટમાં પોલીસ ચેક પોઇન્ટ પાસે 4 આખલાઓ વચ્ચે બબાલ(Babal between 4 bulls) થાય તેના કારણે લોકોનો જીવ તાળવે ચોંટી ગયો હતો.

આ સમગ્ર ઘટનાના કારણે રોડ પર ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા. મળતી માહિતી અનુસાર આ સમગ્ર ઘટનામાં આખલાઓએ 2 કાર અને 1 બાઇકને અડફેટેમાં લીધી હતી.

આ ઉપરાંત રોડ પર રાખેલી ખાણી-પીણીની લારીઓને પણ ઊંધી વાળી દીધી હતી. 4 આખલાઓ વચ્ચે બબાલ થતાં લોકોમાં અફરાતફરી મચી ગઈ હતી. વીડિયોમાં તમે જોઈ શકો છો કે સ્થાનિક લોકો લાકડી લઈને આખલાને છુટ્ટા પાડવાનો પ્રયાસ કરે છે.

પરંતુ આખલાઓ છુટા પડતા નથી. મળતી માહિતી અનુસાર જાહેર માર્ગ પર એક કલાક સુધી આખલાઓ વચ્ચે બબાલ ચાલી હતી. લોકોએ ઘણા પ્રયત્નો કર્યા પરંતુ છેવટે તમામ લોકો નિષ્ફળ ગયા હતા.

આખલાઓ વચ્ચેની બબાલમાં આખલાઓ એ રોડની બાજુમાં પાર્ક કરેલી બાઈક અને ખાણી-પીણીની લારીઓને ઊંધી વાળી દીધી હતી. આ સમગ્ર ઘટના બનતા જ રોડ પર અવર જવર કરનાર લોકોમાં ભયનો માહોલ છવાઇ ગયો હતો.

રાજ્યમાં આખલાઓ નો દિવસેને દિવસે વધી રહ્યો છે છતાં પણ તંત્ર દ્વારા આ કામગીરીને લઇને કોઇપણ પ્રકારના પગલાં ભરવામાં આવતાં નથી. રાજ્યમાં અત્યાર સુધીમાં ઘણા લોકો આખલાની બબાલનો ભોગ બન્યા હશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!