સોશિયલ મીડિયાની દુનિયા પર દરરોજ ઘણા અવારનવાર વિડિયો વાયરલ થતા હોય છે. અમુક વખત એવા વિડિયો સામે આવતા હોય છે, જેને જોઈને આપણા રુવાડા ઊભા થઈ જતા હોય છે. ત્યારે હાલમાં એક કાળજુ કંપાવી દેનારી ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. મિત્રો તમે સાપ અને નોળિયાને એકબીજા સાથે ઝઘડો કરતા તો જરૂર જોયા હશે.
જ્યારે સાપ અને નોળિયો આમને સામને આવે છે. ત્યારે બંને વચ્ચે ભયંકર યુદ્ધ થાય છે. ત્યારે હાલમાં તેઓ જ એક વિડીયો સામે આવી રહ્યો છે. જેમાં તમે જોઈ શકો છો કે નળિયો અને સાપ આમને સામને આવે છે. ત્યારબાદ બંને વચ્ચે જોરદાર લડાઈ થઈ હતી. આ દરમિયાન નળિયા થી બચવા માટે સાપ એક બાળકના પારણામાં પ્રવેશે છે.
આ દરમિયાન ત્યાં આસપાસ ઉભેલા લોકો સાપને બાળકના પારણાથી દૂર કરવાનો પ્રયાસ કરે છે. ત્યારે સાપ પારણાની દોરી ઉપર ચડી જાય છે. ત્યારબાદ સાપ ત્યાં ફેણ ફેલાવીને ઉભો રહે છે. વાયરલ થઈ રહેલો વિડિયો ક્યાંનો અને ક્યારનો છે તેની કોઈ પણ માહિતી સામે આવી નથી તેથી અમારી વેબસાઈટ આ વીડિયોની પુષ્ટિ કરતું નથી.
વિડીયો જોતા એવું લાગી રહ્યું છે કે આ ઘટના એક ખેતરમાં બની હશે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે નળિયા અને સાપ વચ્ચે લડાઈ થઈ હતી. આ દરમિયાન નોળિયો ભાગીને ખેતરમાં જતો રહે છે. ત્યારે સાપ પોતાનો જીવ બચાવવા માટે ત્યાં નજીકમાં બાંધેલા એક બાળકના પારણામાં ઘૂસી જાય છે. ત્યારબાદ તે પોતાનો જીવ બચાવવા માટે ફેણ પણ ફેલાવે છે.
एनसीसी त असताना कॅम्पला असताना टेन्ट मध्ये साप येऊ नये म्हणुन एक तंत्र शिकवलं होतं, त्यात तंबुच्या चारही बाजुने एक फुट रुंद एक फुट खोल असा सलग चौकोनी किंवा आयताकृती चर खोदावा, सापाची चाल हि त्याच्या मणक्यांच्या हालचालीवर अवलंबुन असते, या साईझचा चर त्याला त्यामुळे पार करता येत… pic.twitter.com/1VPaZBJGqb
— Dr prashant bhamare (@dr_prashantsb) June 17, 2023
આ દરમિયાન ત્યાં હાજર લોકો સાપને ત્યાંથી ભગાડવાના પ્રયાસો કરે છે. પરંતુ સાપ ત્યાંથી ભાગતો નથી. આ ઘટના બની ત્યારે પારણાની અંદર બાળક હતો કે નહીં તેની પણ કોઈ પણ માહિતી સામે આવી નથી. ઘટનાનો વાયરલ થયેલો વિડિયો ટ્વિટર પર Dr prashant bhamare નામના એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે. વીડિયો જોઈને લોકો અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment