ગાય માતા અને ખતરનાક સિંહ વચ્ચે થયું જોરદાર યુદ્ધ, ગાય માતાની હિંમતની સામે સાવજને ઉભી પુછડીએ ભાગવું પડ્યું…જુઓ વાયરલ વિડિયો…

સોશિયલ મીડિયા પર પ્રાણીઓના ઘણા અવારનવાર વિડીયો વાયરલ થતા હોય છે. ખાસ કરીને સિંહ, વાઘ અને ચિત્તા જેવા ખતરનાક પ્રાણીઓના શિકાર ના વિડીયો સોશિયલ મળીયા પર ખૂબ જ વાયરલ થતા હોય છે. ત્યારે હાલમાં સોશિયલ મીડિયા પર સિંહ અને ગાય માતાનો વિડીયો ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. ગીર નજીક જંગલમાં બે સાવજો શિકારની શોધમાં નીકળે છે.

બંને સાવજોની નજર એક ગાય પર પડી હતી અને પછી બંને ગાય માતા પર પ્રહાર કરીને તેમનો જીવ લેવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનામાં ગાય માતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત પણ થયા હતા. પરંતુ પછી કંઈક એવું બન્યું કે બંને સાવજોને ઉભી પૂંછડી હતી ત્યાંથી ભાગુ પડ્યું હતું. જેનો વિડીયો હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક સાવજ થોડોક દૂર ઊભેલો જોવા મળી રહ્યો છે અને બીજા સાવરે ગાય માતા ઉપર જીવલેણ પ્રહાર કર્યા છે. જેના કારણે ગાય માતાને ગંભીર ઈજા પહોંચી હતી. પરંતુ તેમ છતાં પણ ઇજાગ્રસ્ત થયેલી ગાય માતાએ પોતાનો જીવ બચાવવા માટે હિંમત બતાવીને ખતરનાક સાવજોનો સામનો કર્યો હતો.

ગાય માતાની હિંમત જોઈને બંને સાવજોને ત્યાંથી ભાગવું પડ્યું હતું. જેનો વિડીયો હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ જોતા સોરઠના કવિ ઝવેરચંદ મેઘાણીની કવિતા 14 વર્ષની ચારણ કન્યા જરૂરિયાત આવશે. જેમાં એક 14 વર્ષની બાળકી સિંહને દોડાવી રહી છે. ઝવેરચંદ મેઘાણીએ તેનું વર્ણન જે રીતે કર્યું હતું તે જ પ્રકારે આ દ્રશ્યો જોવા મળ્યા હતા.

હાલમાં આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થયેલો વિડિયો જોઈને ભલભલા લોકો ચોકી ઉઠ્યા છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે ઇજાગ્રસ્ત થયેલી ગાય કેવી રીતે તેની પાસે ઉભેલા સાવજ પર શીંગડા વડે પ્રહાર કરે છે. ગાય માતાની હિંમત જોઈને સાવજ ને ત્યાંથી ભાગવું પડે છે.

અને દૂર ઊભેલા બીજા સાવજની પાસે ગાય માતા પહોંચે છે તે પહેલાં તો સાવજ ત્યાંથી ઉભી પુછડી એ ભાગી જાય છે. ગીર પંથકના નજીકના ગામની સીમા વિસ્તારોમાં અવારનવાર આવા નજારાઓ જોવા મળે છે. આ ગામડાઓમાં જંગલી પ્રાણીઓના આટા ફેરા હવે સામાન્ય બની ગયા છે. જેના કારણે ગામના લોકોમાં ડરનો માહોલ પણ જોવા મળતો હોય છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*