દેશભરમાં દિવસેને દિવસે ભયંકર અકસ્માતની ઘટનાઓ વધી રહી છે. ત્યારે બુધવારના રોજ સાંજના સમયે લગભગ 4 વાગ્યાની આસપાસ એક ગંભીર અકસ્માતની ઘટના બની હતી. આ અકસ્માતની ઘટનામાં એક ટ્રક ચાલકે એક મહિલા શિક્ષકને કચડી નાખી હતી. અકસ્માત આટલો ગંભીર હતો કે મહિલા શિક્ષકના મૃતદેહના ટુકડે ટુકડા થઈ ગયા હતા અને રોડ ઉપર ચારેય બાજુ મૃતદેહના ટુકડા વિખરાઈ ગયા હતા
. અકસ્માતની ઘટના નજરે જોનાર લોકોની ચીસો નીકળી ગઈ હતી. આ અકસ્માતની ઘટનામાં મૃત્યુ પામેલી મહિલા શિક્ષકનું નામ શનિમા સક્સેના હતું અને તેમની ઉંમર 44 વર્ષની હતી. મળતી માહિતી અનુસાર અકસ્માતની ઘટના જયપુરમાં બની હતી. મૃત્યુ પામેલી મહિલા મહેશ્વરી પબ્લિક સ્કૂલમાં શિક્ષક તરીકે નોકરી કરતી હતી.
અકસ્માતાની ઘટના બન્યા બાદ ટ્રક ચાલક ઘટના સ્થળે ટ્રક મૂકીને ફરાર થઈ ગયો હતો. મળતી માહિતી અનુસાર શિક્ષક સાંજના લગભગ ચાર વાગ્યાની આસપાસ પોતાની સ્કુટી પર સ્કૂલેથી ઘર તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન દિલ્હી રોડ ઉપર પાછળથી આવતા ટ્રકે મહિલા શિક્ષકને જોરદાર ટક્કર લગાવી હતી.
અકસ્માતની ઘટના બન્યા બાદ આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. તે લોકો ટ્રક ચાલકને પકડે તે પહેલા તો ટ્રક ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. મળતી માહિતી અનુસાર મહિલા શિક્ષકનું ઘર સ્કૂલથી 15 કિલોમીટર દૂર હતું. પરંતુ અકસ્માત લગભગ 10 km પહેલા જ બન્યો હતો.
અકસ્માતની ઘટનાના બે કલાક પહેલા મહિલા શિક્ષકે પોતાના પતિ સાથે ફોન પર વાત કરી હતી. પત્નીએ પોતાના પતિને કહ્યું હતું કે તે સાડા પાંચ સુધીમાં ઘરે પહોંચી જશે. પરંતુ તે પહેલા તો પતિને પોલીસ કર્મચારીનો ફોન આવ્યો હતો અને જણાવવામાં આવ્યું હતું કે તમારા પત્ની હવે દુનિયામાં નથી રહ્યા.
આ વાત સાંભળીને પતિના પગ નીચેથી જમીન સરખી ગઈ હતી. અકસ્માતની ઘટના બન્યા બાદ પોલીસ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી આવી હતી. પોલીસે સમગ્ર ઘટનાને લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઉપરાંત પોલીસે ટ્રક ચાલક સામે પણ ગુનો નોંધ્યો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment