રસ્તાની બાજુમાં ઊભેલી મહિલા શિક્ષિકાને બસ ચાલકે કચડી નાખી… મહિલા શિક્ષિકાનું રિબાઈ રિબાઈને મોત…

ગુજરાત સહિત સમગ્ર દેશભરમાં દરરોજ ઘણી અવારનવાર અકસ્માતની ઘટનાઓ બનતી હોય છે. ઘણી વખત અકસ્માતની ઘટનામાં એક જણાની ભૂલના કારણે નિર્દોષ લોકોને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવતો હોય છે. ત્યારે હાલમાં બનેલી તેવી જ એક અકસ્માતની ઘટના સામે આવી રહી છે.

આ ઘટનામાં એક બસ ચાલકની બેદરકારીના કારણે મહિલા શિક્ષિકાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આ અકસ્માતની ઘટના બિહારમાંથી સામે આવી રહી છે. મૃત્યુ પામેલી મહિલા શિક્ષિકાનું નામ વંદના કુમારી હતું અને તેની ઉંમર 41 વર્ષની હતી. મહિલાનું મોત થતા જ તેના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો.

આ અકસ્માતની ઘટના સોમવારના રોજ સાંજના સમયે બની હતી. જાણવા મળી રહ્યું છે કે, સમસ્તીપુરા NH 28ના મુસરીધરારી ચોક પાસે ત્રણથી ચાર ઓટો રીક્ષા રોડના કિનારે પાર્ક કરવામાં આવી હતી. આ દરમિયાન એક બસની બ્રેક અચાનક જ ફેલ થઈ ગઈ હતી. જેના કારણે બસે રોડની બાજુમાં પાર્ક કરેલી ઓટોને જોરદાર ટક્કર લગાવી હતી.

ટક્કર એટલી જોરદાર હતી કે, અકસ્માતની ઘટનામાં એક મહિલા શિક્ષિકા સહિત ચાર લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. આ ઘટના બનતા જ ભારે અફરાતફરી મચી ગઈ હતી. સમગ્ર ઘટના બન્યા બાદ આસપાસના લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા. ત્યારબાદ ઇજાગ્રસ્ત થયેલા લોકોને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. આ ઘટનામાં એક મહિલા શિક્ષિકા સહિત બે લોકોને ગંભીર ઈજા પહોંચી હતી.

એટલે તેમને વધુ સારવાર માટે પટના લઈ જવામાં આવ્યા હતા. પરંતુ પટના પહોંચે તે પહેલા તો રસ્તામાં મહિલા શિક્ષિકા વંદનાનું મોત થયું હતું. ઘટનામાં ઇજાગ્રસ્ત થયેલા અન્ય ત્રણ લોકોની હાલત હાલમાં નાજુક છે. જાણવા મળી રહ્યું છે કે અકસ્માતની ઘટના બન્યા બાદ બસનો ડ્રાઇવર ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. હાલમાં તો પોલીસે બસ જપ્ત કરીને વધુમાં કાર્યવાહી શરૂ કરી દીધી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*