વડોદરામાં બે બાળકોના પિતાએ નર્મદા કેનાલમાં કૂદીને સુસાઈડ કર્યું… મરતા પહેલા ફોઈને ફોન કરીને કહ્યું કે,”મારી અંતિમ વિધિમાં…”

ગુજરાતમાં સુસાઈડના બનાવો ખૂબ જ વધી રહ્યા છે. ત્યારે વડોદરામાં બનેલી વધુ એક સુસાઈડની ઘટના સામે આવી રહી છે. વડોદરાના ડેસર તાલુકાના નવા સિહોર ગામમાં એક યુવકે નર્મદા મુખ્ય કેનાલમાં કૂદીને સુસાઇડ કરી લીધું છે. ઘટના બનતા જ ભારે ચકચાર ફેલાઇ મચી ગઈ હતી.

યુવક સુસાઇડ કરવા ગયો તે પહેલા તેને પોતાની ફોઈને ફોન કર્યો હતો. ફોનમાં તેને પોતાની ફોઈને કહ્યું હતું કે, “તું મારી સાચી ફોઈ હોય તો મારી અંતિમ વિધિમાં ગીતાને બંગડીઓ ફોડવા ન દેતા”. આ ઉપરાંત યુવા કે પોતાના પિતરાઈ ભાઈને ફોન ઉપર કહ્યું હતું કે,”હું મારા બૈરીના લીધે કેનાલમાં પડવા જાઉં છું”. આવું કહીને યુવકે કેનાલમાં કૂદીને સુસાઇડ કરી લીધું હતું.

જાણવા મળી રહ્યું છે કે, બે સંતાનના પિતાએ પોતાની પત્નીના ત્રાસથી કંટાળીને કલોલ તાલુકાના સમા ગામ પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાં કૂદીને સુસાઇડ કર્યું હતું. સુસાઇડ કરનાર યુવકનું નામ પિયુષ ગણપતભાઈ વણકર હતું અને તેની ઉંમર 30 વર્ષની હતી.

પિયુષના લગ્ન દસ વર્ષ પહેલા ગીતા નામની યુવતી સાથે થયા હતા. તેમને સંતાનમાં એક નવ વર્ષનો દીકરો અને એક સાત વર્ષનો દીકરો છે. જાણવા મળી રહ્યું છે કે પિયુષભાઈ જીઆઇડીસી માં આવેલી કંપનીમાં નોકરી કરતા હતા અને નોકરી પરથી છૂટ્યા બાદ ઓટો રીક્ષા ચલાવતા હતા.

આ ઘટનાને લઈને પિયુષભાઈના ભાઈએ આક્ષેપ કર્યો હતો કે, તેમના ભાભી ગીતા છેલ્લા બે વર્ષથી અન્ય એક યુવક સાથે પ્રેમ સંબંધમાં બંધાયેલા હતા. જેના કારણે અવારનવાર ભાઈ અને ભાભી વચ્ચે ઝઘડાઓ થતા હતા. ભાભીના જીવનમાં અન્ય પુરુષ આવી જવાના કારણે ભાઈનું જીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું.

જાણવા મળી રહ્યું છે કે, પિયુષભાઈએ 6 ઓક્ટોબર ના રોજ નર્મદા કેનાલમાં કૂદીને સુસાઇડ કર્યું હતું. કેનાલ પાસેથી તેમની રીક્ષા, ચંપલ અને મોબાઈલ ફોન મળી આવ્યા હતા. આ ઘટના બનતા જ બે સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી છે. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*