બાઈક લઈને સાસરિયામાં જતા 2 બાળકોના પિતાનું રસ્તામાં અકસ્માતમાં મોત… રસ્તામાં અચાનક જ કંઈક એવું બન્યું કે…

આજકાલ અકસ્માતની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. ઘણી વખત તમે એવી અકસ્માતની ઘટનાઓ સાંભળી લેશે જેમાં એક જણાની ભૂલના કારણે નિર્દોષ લોકોને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવતો હોય છે. ત્યારે હાલમાં બનેલી તેવી જ એક ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં ટ્રેક્ટર ચાલકની ભૂલના કારણે બે બાળકોના પિતાએ પોતાનો જીવ ગુમાવ્યો છે.

મળતી માહિતી અનુસાર બાઈક લઈને પોતાના સસરાના ઘરે જઈ રહેલા વ્યક્તિને ટ્રેક્ટર જોરદાર ટક્કર લગાવી હતી. આ કારણસર તેઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. ત્યારબાદ તેમને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવતા હતા. પરંતુ રસ્તામાં જ તેમનું મોત થઈ ગયું હતું. આ ઘટના હરિયાણાના રોહતક માંથી સામે આવી રહી છે.

મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલા વ્યક્તિનું નામ હરીશ છે અને તેની ઉંમર 34 વર્ષની છે. જેને સંતાનમાં એક દીકરી અને એક દીકરો છે. મળતી માહિતી અનુસાર હરીશ બાઈક લઈને તેના સાસરીયામાં જવા માટે નીકળ્યો હતો. પરંતુ સવાર થઈ ગઈ છતાં પણ હરીશ જેના સાસરીયાના ઘરે પહોંચ્યો ન હતો.

ત્યારબાદ પરિવારના સભ્યોએ હરીશનો સંપર્ક કરવાની અને તેને શોધખોળ શરૂ કરી દીધી હતી. ત્યારે પરિવારના સભ્યોને સવારના સમયમાં માહિતી મળી કે હરીશ નો અકસ્માત થયો છે. હરીશને ઇજાગ્રસ્ત હાલતમાં પીજીઆઇના ટ્રોમ સેન્ટરમાં લાવવામાં આવ્યો હતો. આ વાતની માહિતી મળતા જ પરિવારના સભ્યો તાત્કાલિક પીજીઆઇ પહોંચ્યા હતા પરંતુ ત્યાં સુધીમાં તો હરેશનું મોત થઈ ગયું હતું.

જાણવા મળી રહ્યું છે કે હરેશ બાઇક લઈને જતો હતો. ત્યારે પાછળથી આવી રહેલા એક ટ્રેક્ટર ટ્રોલી એ તેની બાઇકને જોરદાર ટક્કર લગાવી હતી. જાણવા મળી રહ્યું છે એ ટ્રેક્ટરનો ડ્રાઇવર બેદરકારીપૂર્વક ટ્રેક્ટર ચલાવી રહ્યો હતો. જેના કારણે આ ભયંકર અકસ્માતની ઘટના બની છે. અકસ્માતની ઘટનામાં હરીશના મોતના કારણે બે બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી છે. હાલમાં સમગ્ર ઘટનાને લઈને ગુનો નોંધીને કાયદેસરથી કાર્યવાહી હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

 

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*