અત્યારે સોશિયલ મીડિયા પર ઘણા એવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે જેમાં યુવતીઓ અન્ય સમાજમાં લગ્ન કરે છે. પરંતુ અમુક વાર તેમના કુટુંબના લોકો માની જાય છે અને અમુક વાર લોકો નથી માનતા. આવો જ એક કિસ્સો દાહોદમાંથી સામે આવ્યો છે,
દાહોદ ના ગરબાડા નગરમાં એકાદ માસ પહેલા બ્રાહ્મણ પરિવારની એક દીકરી અન્ય સમાજના એક યુવક સાથે માતા-પિતાની મરજી વિરુદ્ધ ભાગી ને લગ્ન કર્યા હતા. જે બાદ માતા પિતા સહિત પરિવારજનો તેમજ સમાજના લોકો દ્વારા આ દીકરીને ઘરે પરત લાવવા માટેના અનેક પ્રયત્નો કર્યા હતા.
પરંતુ દીકરી પાછી ન આવી જેથી આ પિતાએ દીકરીની જીવતે જીવત ઉત્તર ક્રિયા કરીને તેની સાથે તમામ સંબંધો તોડી નાખ્યા છે. કુટુંબની વિરુદ્ધ જતા તેની સાથેના સંબંધનો અંત આણવા માટે તેમજ ભવિષ્યમાં તેની સાથે સંબંધ ન રાખવા માટે આ દીકરીના માતા પિતાએ સમાજની હાજરીમાં દીકરીની જીવતી ઉત્તરક્રિયા કરી સંબંધનો અંત કર્યો છે..
આ અંગે દીકરીના પિતાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે એક મહિના પહેલા આ દીકરીએ અન્ય સમાજના એક યુવક સાથે ભાગીને લગ્ન કર્યા હતા. દીકરીને પરત લાવવા માટેના અનેક પ્રયત્નો કર્યા હતા છતાં દીકરી પરત આવી નથી જેથી મેં મુંડન પણ કરાવી લીધું છે. તેના ખુદ ના પિતા એ આવા શબ્દો કહીને દીકરીની જીવતી ઉત્તરક્રિયા કરી નાખી હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment