ચાર દીકરી હોય ત્યાં તો રોજ દિવાળી હોય આ વાત ખરેખર સાચી જ છે. દીકરીએ લક્ષ્મી છે. એમાં તો દીકરી તો પિતા ની આંખ નું રતન હોય છે, જેમાં એક વ્યક્તિની આંખ મહામૂળી છે તેવી જ રીતે એક પિતા માટે દીકરી તેના જીવનનું રતન છે.
એક બાપ માટે તેનું સર્વસ્વ દીકરી હોય છે અને આમ પણ બાપ પોતાનું આખું જીવન પોતાની દીકરીને કરિયાવર માટે અનેકગણું ભેગુ કરે છે. એક દીકરી પણ પિતા માટે કંઈપણ કરી શકે તેવી જ રીતે પ્રેમ તો આ જગતમાં સૌથી ઉત્તમ ઉદાહરણ છે.
આજે અમે આપને એક જીવંત ઉદાહરણ કહીશું જેને સાંભળતાની સાથે જ તમારી આંખોમાં આંસુ આવી જશે.હૈયું પણ બોલી ઉઠશો કે આવું કાળજુ તો બાપનું જ હોઈ શકે. આપને જાણીએ છીએ કે, જ્યારે દીકરી વિદાય કરીને જાય ત્યારે બાપ હર્દય કઠણ કરી દે છે અને આંખમાંથી એક આંસુ આવવા દેતા નથી.
પિતાનું કર્તવ્ય અને દિકરી પ્રત્યેના પ્રેમ ખાતર પિતા પોતાના શરીરનું એક અંગ પોતાની દીકરીને આપીને તેને જીવનદાન આપે છે. સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે, ડીસાની સાત વર્ષની દીકરીને પિતાએ પોતાનું લીવર આપીને તેને નવું જીવનદાન આપ્યું છે.
સતત પંદર દિવસ માં હોસ્પિટલમાં તેમની સારવાર કરી અને આ પાછળ તેને લાખો રૂપિયા ખર્ચ કર્યો અને તે પોતાની દીકરીનો જીવ બચાવ્યો અને ખુશીની વાત એ છે કે જ્યારે તેમની દીકરી સ્વસ્થ થઈ ગઈ ત્યારે કેક કાપીને તેનું ઘરમાં વાજતે ગાજતે ઉત્સવની જેમ ઉજવીને ખુશીનો અવસર ઉજવ્યો.
ખરેખર આ પિતા દરેક પિતા માટે પ્રેરણારૂપ બન્યાં છે, આજે જ્યારે સમાજમાં દીકરીઓને લોકો ભાર સમજી રહ્યા છે ત્યારે આ પિતા સાબિત કરી બતાવ્યું કે દીકરી તો જીવનનું રતન છે અને દીકરી ના ખાતર એક પિતા પોતાનું લીવર તો શું જરૂર પડે તો પિતા કંઈ પણ અર્પણ કરી શકે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment