આજકાલ અકસ્માત ની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. ત્યારે હાલમાં બનેલી એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતની ઘટનામાં એક ટ્રક ચાલકે બાઈક પર સવાર ત્રણ લોકોને કચોરી નાખ્યા હતા. જેમાંથી બે લોકોના ઘટના સ્થળે મૃત્યુ નીપજ્યા છે. જ્યારે એક વ્યક્તિનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું.
એક જ પરિવારના ત્રણ સભ્યોના મૃત્યુ થતાં પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. સમગ્ર ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો આ ઘટના આજરોજ બપોરે 1.30 વાગ્યાની આસપાસ જોધપુરના ચૌપાસની હાઉસિંગ બોર્ડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પાલ રોડ પર બની હતી.
દીકરીને શાળાએથી લઈને ઘરે પરત ફરી રહેલા પિતા અને કાકાને રસ્તામાં એક ટ્રક ચાલકે કચડી નાખ્યા હતા. અકસ્માતમાં પિતા અને દીકરીનું ઘટના સ્થળે મૃત્યુ થયું હતું. જ્યારે કાકાનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. આ ઘટનામાં મૃત્યુ પામેલી દીકરીની ઉંમર માત્ર 10 વર્ષની હતી અને તેનું નામ મનીષા હતું.
જ્યારે દીકરીના પિતાનું નામ જોરરામ હતું અને તેમની ઉંમર 30 વર્ષની હતી. દીકરીના કાકાનું નામ અર્જુનભાઈ હતું અને તેમની ઉંમર 25 વર્ષની હતી. આજરોજ જોરરામ પોતાના ભાઈ અર્જુન સાથે બાઇક પર દીકરી મનીષાને લેવા માટે સ્કૂલે ગયા હતા. દીકરીને લઈને ત્રણેય બાઈક પર સવાર થઈને ઘર તરફ જઈ રહ્યા હતા.
આ દરમિયાન સામેથી આવતા ટ્રકે તેમને કચડી નાખ્યા હતા. આ ઘટના બન્યા બાદ ટ્રક ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. આ ઘટનામાં જોરરામ અને તેની દીકરી મનીષાનું ઘટના સ્થળે કરુણ મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે ઇજાગ્રસ્ત થયેલા કાકા અર્જુનભાઈ નું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું.
આ ઘટનાની જાણ થતા જ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી. મૃતકોના પરિવારજનો અને ઘટનાની માહિતી મળતા જ તેઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા. એક જ દિવસે એક જ પરિવારના ત્રણ સભ્યોના મૃત્યુ થતા મૃતકોના ગામમાં માતમ છવાઈ ગયું હતું.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment