અમદાવાદમાં રસ્તા પર જતી ઝડપી રીક્ષા અચાનક જ ફૂટબોલની જેમ હવામાં ગોથા ખાઈ ગઈ…આવો અકસ્માત પહેલા ક્યારેય નહીં જોયો હોય…

ગુજરાત રાજ્યમાં દરરોજ ઘણી અવારનવાર અકસ્માતની ઘટનાઓ બનતી હોય છે. ત્યારે અમદાવાદમાં બનેલી એક રૂવાડા ઉભા કરી દેનારી અકસ્માતની ઘટના સામે આવી રહી છે. અમદાવાદમાં રસ્તા પર જતી એક રીક્ષા અચાનક જ એવો ભયંકર અકસ્માતનો શિકાર બની કે વિડીયો જોઈને ચોકી ઉઠશો. જાણવા મળી રહ્યું છે કે, ચાલુ રિક્ષાનું અચાનક જ ટાયર ફાટતા રીક્ષા હવામાં ઉછળીને ફંગોળાઈ ગઈ હતી.

સદનસીબે આ ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી. ઘટનામાં રીક્ષા ચાલકને સામાન્ય ઇજા પહોંચી હતી. સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. ઘટનાના સીસીટીવી ફૂટેજમાં તમે જોઈ શકો છો કે, રસ્તા પર પુરપાટ ઝડપે એક રીક્ષા જઇ રહી છે.

ત્યારે રીક્ષાની આગળ પાછળ કોઈપણ વાહન પણ નથી. આ દરમિયાન અચાનક જ ચાલુ રિક્ષામાં તેનું ટાયર નીકળી જતા રીક્ષા પાછળથી ઉછળીને હવામાં ફંગોળાઈ ગઈ હતી. ફૂટબોલની જેમ રીક્ષા હવામાં ફંગોળાઈને બે-ત્રણ ગલોટીયા ખાઈને રોડ પર પડી હતી.

આ ઘટના બનતા જ આસપાસના લોકો તાત્કાલિક ત્યાં દોડી આવ્યા હતા. ત્યારબાદ રીક્ષા ચાલકને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યો હતો. જાણવા મળી રહ્યું છે કે, આ ઘટના ચંડોળા તળાવથી નારોલ તરફ જતા રસ્તા પર 21 સપ્ટેમ્બર ના રોજ બપોરના સમયે બની હતી. અહીં બપોરના સમયે એક રીક્ષા ચાલક પોતાની રીક્ષા લઈને જતો હતો.

ત્યારે અચાનક જ તેનું રીક્ષાનું ટાયર ફાટ્યો હતો જેના કારણે ભયંકર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની ઘટના બની ત્યારે આસપાસ કોઈ પણ ન હતા જેના કારણે જાનહાનિ થઈ નથી. હાલમાં આ ઘટનાના સીસીટીવી ફૂટેજો સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. વીડિયો જોઈને લોકો અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*