છેલ્લા ઘણા સમયથી દેશભરમાં અકસ્માતની ઘટનાઓ વધી રહે છે. ત્યારે હાલમાં બનેલી એક કાળજુ કંપાવી દેનારી અકસ્માતની ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં એક ઝડપી કાર ચાલકે સામેથી આવી રહેલી ઓટો રીક્ષાને જોરદાર ટક્કર લગાવી હતી. જેના કારણે ભયંકર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની ઘટનામાં ઓટોરિક્ષામાં સવાર બે મુસાફરોના મોત થયા હતા.
જ્યારે અન્ય પાંચ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. અકસ્માત બનતા જ આસપાસના લોકો ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા. જ્યારે અકસ્માતની ઘટના બન્યા બાદ કાર ચાલક ઘટના સ્થળે જ કાર મૂકીને ફરાર થઈ ગયો હતો. સમગ્ર ઘટનાને લઈને પોલીસે મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોની ફરિયાદ પરથી ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી છે.
વિગતવાર વાત કરીએ તો આ ઘટના હરિયાણાના પલવલ-અલીનગર રોડ ઉપર બની હતી. સમગ્ર ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો, 18 વર્ષનો હરીશ નામનો યુવક બુધવારના રોજ કોઈ અંગત કામ માટે બહાર ગયો હતો. તે સાંજે ઘરે પરત ફરવા માટે એક ઓટોમાં બેસી ગયો હતો. આ દરમિયાન ઓટોમાં કેટલાક અન્ય મુસાફરો પણ હતા.
પછી તે ઓટોમાં બેસીને ઘરે આવી રહ્યો હતો. ત્યારે રસ્તામાં પૂરપાટ ઝડપે આવી રહેલી એક કારે ઓટોને જોરદાર ટક્કર લગાવી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે ઓટોમાં સવાર તમામ મુસાફરો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. ત્યારબાદ તમામને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન હરીશનું મોત થયું હતું. હરીશના મોતના સમાચાર મળતા જ તેના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો.
આ ઉપરાંત 36 વર્ષનો એક યુવક ઘટનામાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. તેને વધુ સારવાર માટે બીજી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જ્યાં તેનું પણ મોત થઈ ગયું હતું. આ ઉપરાંત ઘટનામાં પાંચ લોકો ઇજાગ્રસ્ત થયા હતા જેમની સારવાર ચાલી રહે છે. હાલમાં તો આ સમગ્ર ઘટના ને લઈને ફરાર થયેલા કારચાલક સામે પોલીસે ગુનો નોંધીને તેની શોધખોળ શરૂ કરી દીધી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment