મોરબીમાં એક ખેડૂતે ચાલતા ટ્રેક્ટરની સામે કૂદીને પોતાનું જીવન ટૂંકાવ્યું, ખેડૂતનું રિબાઈ રિબાઈને મોત…જાણો શા માટે ખેડૂતે આ પગલું ભર્યું…

ગુજરાત રાજ્યમાં છેલ્લા થોડા દિવસોથી જીવ ટૂંકાવાની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. ત્યારે હાલમાં બનેલી એક ચોકાવનારી જીવ ટૂંકાવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં મોરબીના હળવદના માલણીયાદ ગામમાં બની હતી. અહીં એક ખેડૂતે ચાલતા ટ્રેક્ટરની સામે કૂદીને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું.

આ ઘટના બનતા જ ગામમાં ભારે અફરાતફરી મહોલ જોવા મળ્યો હતો. ઘટનાની માહિતી મળતા જ તાલુકા પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી પોલીસને મૃત્યુ પામેલા ખેડૂત પાસેથી એક સુસાઇડ નોટ મળી આવી હતી. જેમાં મૃત્યુ પામેલા વ્યક્તિએ નવ વ્યાજખોરોના નામ લખ્યા હતા અને એવું લખવામાં આવેલું હતું કે આ લોકોની ધમકીઓના કારણે તેઓએ આ પગલું ભરી રહ્યા છે.

સમગ્ર ઘટનાને લઈને પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી શરૂ કરી દીધી છે. મળતી માહિતી અનુસાર 21 ડિસેમ્બરના રોજ 56 વર્ષીય જયંતીભાઈ જીવણભાઈ દલવાડી નામના ખેડૂતે ખેતરમાં ચાલતા ટ્રેક્ટરની સામે કૂદીને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. આ ઘટનામાં જયંતીભાઈના શરીર પરથી ટ્રેક્ટર પસાર થઈ ગયું હતું.

આ કારણોસર તેમનું ઘટના સ્થળે જ કરુણ મોત થયું હતું. મૃત્યુ પહેલા જયંતીભાઈ એક સુસાઇડ નોટ લખી હતી તેમાં તેમણે લાલો બુલેટના ગેરેજ વાળો, છગન રામજી ભુવા, ઘનશ્યામ ગઢવી, ચંદ્રેશ પટેલ, ભરતસિંહ નાડોદા રાજપુત, ડો.પી.પી, અશ્વિન રબારી, પટેલ ધીરુભાઈ નાનજીભાઈ, મહિપતસિંહ મુળી વાળાના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

મળતી માહિતી અનુસાર આ નવ લોકો વારંવાર ખેડૂત જયંતીભાઈનો જીવ લેવાની ધમકી આપતા હતા. આ બધાથી કંટાળીને જયંતીભાઈ પોતાનું જીવન ટૂંકાવ્યું છે. સમગ્ર ઘટનાને લઈને હાલમાં પોલીસે આગળની કાર્યવાહી શરૂ કરી છે.

ઘટનાના બે દિવસ બાદ પરિવારના લોકોએ પોલીસને દેણાના બાબતની વાત જણાવી હતી. ત્યારબાદ પોલીસે સુસાઇડ નોટના લખાણની ખરાઈ કરવા માટે નોટ એફએસએલમાં મોકલી છે. એફએસએલ રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*