હાલમાં તો લગ્નની સીઝન ચાલી રહી છે. લોકો પોતાના દીકરા અથવા તો દીકરીના લગ્ન યાદગાર બનાવવા માટે કંઈક ને કંઈક અલગ કરતા હોય છે. લોકો લગ્નને યાદગાર અને અનોખા બનાવવા માટે લાખો રૂપિયાનો ખર્ચો કરી નાખતા હોય છે. ત્યારે સુરતના એક ખેડૂતે પોતાની દીકરીના લગ્ન યાદગાર બનાવવા માટે કંઈક એવું કાર્ય કર્યું કે ચારેય બાજુ તેમની જ ચર્ચાઓ ચાલી રહી છે અને તેમનું અનોખું કાર્ય જોઈને લોકો તેમના વખાણ કરી રહ્યા છે.
તો ચાલો આ કિસ્સા વિશે વિગતવાર વાત કરીએ. સુરતના પાલ વિસ્તારમાં રહેતા ખેડૂત વિપુલભાઈ પોતાની 23 વર્ષની દીકરી રિદ્ધિના અનોખા લગ્ન કર્યા છે. દીકરીના લગ્ન હંમેશા માટે લોકોને યાદ રહે તે માટે તેમને ઈકો ફ્રેન્ડલી લગ્ન કર્યા છે. સૌપ્રથમ દીકરીના લગ્નની કંકોત્રી ની વાત કરીએ તો, લગ્નની કંકોત્રી તુલસીના બીજ માંથી બનાવવામાં આવી હતી.
જે કંકોત્રીને કુંડામાં નાખ્યા બાદ તેમાંથી તુલસીનો છોડ ઉગશે. લગ્નમાં જમવા માટે ઉપયોગમાં લેવાતી તમામ ડિશ રિયુઝેબલ મટીરીયલ માંથી બનાવવામાં આવી હતી. વિપુલભાઈ આધુનિક ડોલી ના જમાનામાં પોતાની દીકરી રિદ્ધિની મંડપમાં એન્ટ્રી પણ બળદગાડા ઉપર કરાવી હતી. દીકરીની બળદ ગાડામાં એન્ટ્રી જોઈને લગ્નમાં હાજર તમામ મહેમાનો ચોકી ઉઠ્યા હતા.
આટલું જ નહીં પરંતુ વિપુલભાઈ પોતાની દીકરીને કન્યાદાનમાં ગૌમાતાનું દાન કર્યું હતું. આટલું જ નહીં દીકરી દર મહિને પોતાની કમાણીમાંથી ૧૦ ટકા હિસ્સો ગૌમાતાને સમર્પિત કરશે તેવું પણ દીકરીએ વચન લીધું હતું. વિપુલભાઈ પોતાની સંસ્કૃતિને આગળ લઈ જવા માટે પોતાની દીકરીને આવા અનોખા લગ્ન કર્યા હતા. આજના મોર્ડન જમાનામાં લોકો આપણી જૂની સંસ્કૃતિઓ ભૂલી રહ્યા છે અને લગ્નની પણ ઘણી પ્રથાઓ ભૂલી ગયા છે.
લગ્નમાં મહેમાનોને પાણી પણ પેપર કપમાં આપવામાં આવ્યું હતું. વિપુલભાઈ પોતાની દીકરીને કન્યાદાનમાં ગીર ગાય આપી હતી. વિપુલભાઈ દીકરીના લગ્નમાં નકામો ખર્ચો ન કર્યો અને અનોખી રીતે દીકરીના લગ્ન કરીને સમાજમાં એક સંદેશો આપ્યો છે. વિપુલભાઈ પોતાની દીકરીના એવા લગ્ન કર્યા કે લોકોને વર્ષો સુધી આ લગ્ન યાદ રહેશે.
લગ્નમાં પર્યાવરણને નુકસાન ન થાય તે માટે પણ ચોક્કસ ધ્યાન રાખવામાં આવ્યું હતું. હાલમાં આ લગ્નની ચર્ચાઓ ચારે બાજુ ચાલી રહી છે અને લોકો વિપુલભાઈ અને તેમના પરિવારના મન મૂકીને વખાણ કરી રહ્યા છે. વિપુલભાઈ કરેલા આ લગ્ન વિશે તમારું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં તમારું મંતવ્ય જરૂર જણાવજો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment