બગસરામાં ખેતરમાં બોરિંગની મોટર બહાર કાઢતી વખતે ખેડૂત અને ખેત મજૂરી કરતા વ્યક્તિને કરંટ લાગ્યો, બંનેના ઘટનાસ્થળે કરુણ મૃત્યુ…

અમરેલી જિલ્લામાં આવેલા બગસરા તાલુકામાં બનેલી એક દુઃખદાયક ઘટના સામે આવી છે. બગસરા તાલુકાના કાગદડી ગામે વાડી વિસ્તારમાં ગુરૂવારના રોજ ઇલેક્ટ્રિક કરંટ લાગવાના કારણે ખેત મજુર અને ખેડૂતનું ઘટનાસ્થળે કરુણ મૃત્યુ થયું છે. આ ઘટના બનતા પરિવારમાં શોકનો માહોલ છવાઇ ગયો હતો.

મળતી માહિતી અનુસાર આ ઘટનાની જાણ થતા બગસરા પોલીસ અને પીજીવીસીએલની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. સમગ્ર ઘટનાને લઈને પોલીસે તપાસની કામગીરી શરૂ કરી છે. આ ઘટનામાં 48 વર્ષીય ખેડૂત જીવરાજભાઈ પુનાભાઈ ગઢિયા અને 32 વર્ષીય ખેત મજુર રામજીભાઈ ગરાસીયા કરૂણ મૃત્યુ થયું છે.

મળતી માહિતી અનુસાર જીવરાજભાઈ અને રામજીભાઈ બંને ખેતરમાં આવેલા બોરડીમાંથી મોટર બહાર કાઢતા હતા. મળતી માહિતી અનુસાર મોટરમાં કોઈ ફોલ્ટ આવી ગયો હતો તેના કારણે મોટર બહાર કાઢવામાં આવતી હતી. મોટર બહાર કાઢતી વખતે ઉપરથી પસાર થતી ઇલેવન કેવી લાઈન અડી જવાના કારણે જીવરાજભાઈ અને રામજીભાઈ બંનેને જબરદસ્ત ઇલેક્ટ્રિક કરંટ લાગ્યો હતો.

આ કારણોસર બંનેના ઘટનાસ્થળે કરુણ મૃત્યુ થયા હતા. કરંટ લાગવાના કારણે બંને દૂર સુધી ફંગોળાઇ ગયા હતા તેવું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. ઘટના બન્યા બાદ આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આ ઘટનાની જાણ 108ને કરી હતી.

પરંતુ બંનેના ઘટનાસ્થળે કરુણ મૃત્યુ થયા હતા આ કારણોસર બંનેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે બગસરાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બંનેના મૃત્યુના કારણે પરિવારજનો અને સગા સંબંધીઓમાં શોક નો માહોલ છવાઇ ગયો હતો. ઘટનાની જાણ થતાં બગસરા પોલીસ ઘટનાસ્થળે પહોંચી આવી હતી અને સમગ્ર ઘટનાને લઇને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*