હાલમાં બનેલી એક દર્દનાક અને ભયંકર અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતની ઘટનામાં મોડી રાત્રે એક કાર બેકાબુ થતા પલટી ખાઈ ગઈ હતી. જેના કારણે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતની ઘટનામાં એક માતા અને તેના દીકરા-દીકરીએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જ્યારે કારમાં સવાર અન્ય લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. ચમત્કારની વાત એ છે કે કારમાં બેઠેલી જરાક પણ ઇજા પણ પહોંચી ન હતી.
આ ગંભીર અકસ્માતની ઘટના અજમેરના કેકડીમાંથી સામે આવી છે. અકસ્માતની ઘટના બન્યા બાદ આસપાસના લોકો અને પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી. પોલીસે મૃત્યુ પામેલા લોકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા. વિગતવાર વાત કરીએ તો 36 વર્ષીય ભાગચંદ રેગર, પોતાની પત્ની માયા અને અનિતા, દીકરી કિરણ, દીકરા રાહુલ સાથે લગ્નમાં હાજરી આપવા માટે ગયા હતા.
આ દરમિયાન ભાગચંદ સાથે તેના ભાઈની દીકરી રાધિકા પણ હતી. લગ્નમાં હાજરી આપ્યા બાદ તમામ લોકો સાંજે ચાર વાગ્યાની આસપાસ કાર લઈને પોતાના ગામ પરત આવવા માટે નીકળ્યા હતા. ત્યારે રસ્તામાં ઘરથી માત્ર પાંચ કિલોમીટર દૂર રાત્રે 8:30 વાગ્યાની આસપાસ પરિવારની i-10 કાર અચાનક જ બે કાબુ થઈને પલટી ખાઈ ગઈ હતી.
જેના કારણે કાર રસ્તાની બાજુમાં આવેલા 10 ફૂટના ખાડામાં પડી ગઈ હતી. આ ઘટનામાં કારમાં સવાર પાંચ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. લગભગ એક કલાક સુધી બધા લોકો કારમાં ફસાઈ ગયા હતા. ત્યાર પછી ત્યાંથી પસાર થતા લોકોએ આ ઘટનાની જાણ પોલીસ અને 108 ની ટીમને કરી હતી.
ત્યારબાદ તમામ લોકોને બહાર કાઢીને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. અહીં હોસ્પિટલમાં સારવાર દરમિયાન 33 વર્ષીય માયા અને તેની 7 વર્ષની દીકરી કિરણનું મોત થયું હતું. ત્યારે ભાગચંદ, રાહુલ અને અનિતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા તેને વધુ સારવાર માટે બીજી હોસ્પિટલમાં રેફર કરવામાં આવ્યા હતા. જ્યાં રસ્તામાં 4 વર્ષના રાહુલે પણ પોતાનો જીવ ગુમાવ્યો હતો.
હાલમાં ઇજાગ્રસ્ત થયેલા ભાગચંદ અને તેની બીજી પત્ની અનિતાની સારવાર અજમેરની હોસ્પિટલમાં ચાલી રહી છે. જ્યારે માત્ર પાંચ વર્ષની રાધિકાને આ ઘટનામાં જરાક પણ ઈજા પહોંચી નથી. કાર અચાનક જ કયા કારણોસર બેકાબૂ બની ગઈ તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી. સમગ્ર ઘટનાને લઈને પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટના બનતા જ મૃતકોના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment