આજકાલ અકસ્માતની ઘટનાઓ ખૂબ જ વધી રહી છે. ત્યારે આજરોજ સવારના સમયે બનેલી એક ભયંકર અકસ્માતની ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં એક ઝડપી કાર અચાનક જ બેકાબુ થઈ જતા ઝાડ સાથે અથડાઈ હતી. જેના કારણે ગંભીર અકસ્માત ઘટના બની હતી. આ અકસ્માત્રી ઘટનામાં એક જ પરિવારના ત્રણ સભ્યોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.
જ્યારે અન્ય બે લોકો ઉજાગ્રસ્ત થયા છે અને તેમની હાલત હાલમાં ખૂબ જ નાજુક છે. મળતી માહિતી અનુસાર પરિવારના સભ્યો આગ્રામાં લગ્ન કરીને દિલ્હી તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન રસ્તામાં તેમને ગંભીર અકસ્માત નડ્યો હતો. અકસ્માતની ઘટનામાં કારમાં સવાર પતિ-પત્ની અને ત્રણ મહિનાના દીકરાનું મોત થઈ ગયું હતું.
અકસ્માતની ઘટના બન્યા બાદ આસપાસના લોકો મોટી સંખ્યામાં ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા. ઘટનાની જાણ થતા પોલીસ પણ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી આવી હતી. ત્યારબાદ પોલીસે મૃત્યુ પામેલા લોકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા અને ઇજાગ્રસ્ત થયેલા લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા હતા.
સમગ્ર ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો, 25 વર્ષના કાર્તિક નામનો વ્યક્તિ નવી દિલ્હીમાં મોતીનગરમાં રહેતો હતો. શુક્રવારના રોજ તે તેની પત્ની શિવાની, ભાભી શીતલ અને કાકી સુમન ગુપ્તા અને ત્રણ મહિનાના દીકરા સાથે આગ્રા લગ્ન કરવા માટે ગયો હતો.
લગ્ન પૂર્ણ થયા બાદ કાર્તિક પોતાના પરિવાર સાથે મોડી રાત્રે દિલ્હી જવા માટે રવાના થયો હતો. શનિવારના રોજ સવારે 5:00 વાગ્યાની આસપાસ કાર્તિક પોતાના પરિવાર સાથે નોઈડા પહોંચ્યો હતો. ત્યારે રસ્તામાં કાર્તિકે કારના સ્ટેરીંગ ઉપરથી કાબુ ગુમાવ્યો હતો. જેના કારણે બેકાબુ બનેલી કાર ઝાડ સાથે જઈને અથડાઈ હતી.
ટક્કર એટલી જોરદાર હતી કે અકસ્માતની ઘટનામાં કાર્તિક તેની પત્ની અને ત્રણ મહિનાના દીકરાનું ઘટના સ્થળે મૃત્યુ થઈ ગયું હતું. જ્યારે કાર્તિકના ભાભી અને તેમના કાકી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો