હાલમાં બનેલી એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતની ઘટનામાં ચાર લોકોના મૃત્યુ નીપજ્યા હતા. મળતી માહિતી અનુસાર ગંભીર અકસ્માતની ઘટના અજમેરમાં મોડી રાત્રે બની હતી. મળતી માહિતી અનુસાર લક્ષ્મણ ગુજ્જર નામનો વ્યક્તિ પોતાની પત્નીને તેના પિયર માંથી લઈને ઘરે આવતો હતો. બંનેના લગ્ન પાંચ મહિના પહેલા જ થયા હતા.
લક્ષ્મણની બહેન લક્ષ્મી અને ભત્રીજી ખુશી પણ અકસ્માતની ઘટના બની ત્યારે તેમની સાથે હતા. આ દરમિયાન ગણેશ નામનો વ્યક્તિ પોતાના બે સંબંધીઓ સાથે મેળો જોઈને ઘરે જઈ રહ્યો હતો. માહિતી માહિતી અનુસાર આ ગંભીર અકસ્માતની ઘટનામાં લક્ષ્મણ, લક્ષ્મી, ખુશી અને ગણેશનું મૃત્યુ નીપજ્યું છે.
જ્યારે આ ઘટનામાં લક્ષ્મણ ની પત્ની કોમલ અને ગણેશના અન્ય બે સંબંધીઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. તેમની સારવાર હાલમાં હોસ્પિટલમાં ચાલી રહે છે. મળતી માહિતી અનુસાર અકસ્માતની ઘટના બની તે દિવસે લક્ષ્મણ પોતાની પત્નીને લેવા માટે ઘરેથી બાઈક લઈને નીકળ્યો હતો. આ દરમિયાન તેની સાથે તેની બહેન લક્ષ્મી અને ચાર મહિનાની ભત્રીજી ખુશી પણ હતી.
લક્ષ્મણ પોતાની પત્નીના પિયરમાં પહોંચી ગયો હતો. ત્યારબાદ લક્ષ્મણ પોતાની પત્ની કોમલ, ભત્રીજી ખુશી અને બહેન લક્ષ્મી સાથે પરત આવી રહ્યો હતો. આ દરમિયાન તેમને રસ્તામાં અકસ્માત નડ્યો હતો. આ અકસ્માતમાં કોમલ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી. જ્યારે લક્ષ્મણ, તેની બહેન લક્ષ્મી અને ભત્રીજી ખુશીનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું.
મળતી માહિતી અનુસાર લક્ષ્મણ તેના પરિવારના લોકો સાથે બાઈક પર સવાર હતો. આ દરમિયાન ગણેશ નામનો વ્યક્તિ પોતાના બે મિત્રો સાથે મેળો જોઈને ઘરે આવી રહ્યો હતો. ત્યારે રસ્તામાં લક્ષ્મણની બાઈક અને ગણેશની બાઈક વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી.
બંને વચ્ચે ટક્કર થયા બાદ ત્યાંથી પસાર થઈ રહેલી મધ્યપ્રદેશની રોડવેઝ બસે બંને બાઈકને જોરદાર ટક્કર લગાવી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે આ ગંભીર અકસ્માતની ઘટનામાં ચાર લોકોના કરુણ મૃત્યુ નીપજ્યા હતા. જ્યારે ઇજાગ્રસ્ત થયેલા ત્રણ લોકોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસ કાર્યવાહી કરી રહી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment