દિવાળીની ઉજવણી કરવા ગામડે જતા પરિવારને રસ્તામાં નડ્યો અકસ્માત, એક જ પરિવારના 5 સભ્યોના મોત…એક ઝટકામાં આખો પરિવાર મોતને ભેટી ગયો…

Published on: 3:23 pm, Mon, 24 October 22

હાલમાં બનેલી એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતની ઘટનામાં એક જ પરિવારના 5 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. મળતી માહિતી અનુસાર હાઈવે ઉપર ઉભેલા કન્ટેનર સાથે ઝડપી કાર અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો જોરદાર હતો કે આખી કન્ટેનરની નીચે ઘૂસી ગઈ હતી.

આ અકસ્માતની ઘટનામાં પતિ-પત્ની અને માં-દીકરાનું ઘટના સ્થળે મૃત્યુ થયું હતું. જ્યારે એક દીકરો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. તેને હોસ્પિટલ લઈ જતા હતા ત્યારે રસ્તામાં તેનું મૃત્યુ થયું હતું. આ ગંભીર અકસ્માતની ઘટના મુંદેરવા સ્ટેશન વિસ્તારમાં ખજૌલા પોલીસ ચોકી પાસે બની હતી.

મળતી માહિતી અનુસાર વિનોદકુમાર લખનૌમાં જલ નિગમમાં AE તરીકે તૈનાત હતા. રવિવારના રોજ 42 વર્ષીય વિનોદકુમાર, પોતાની માતા સરસ્વતી, 34 વર્ષીય પત્ની નીલમ, દીકરી શ્રેયા અને દીકરા યાત્રીથ સાથે કારમાં દિવાળી કરવા માટે સંત કબીરનગર જઈ રહ્યા હતા. બ્રેઝા પરિવારમાં આખો પરિવાર હસતા ખેલતા લખનૌથી નીકળ્યો હતો.

ત્યારે રાત્રિના સમયે હાઇવે પર રોડની બાજુમાં ઉભેલા કન્ટેનરની પાછળ પુરપાટ ઝડપે જતી બ્રેઝા કાર ઘૂસી ગઈ હતી. રાત્રિના 8 વાગ્યા હોવાના કારણે કારચાલક વિનોદ કુમારને જરાક પણ અંદાજ જ ન આવ્યું, જેના કારણે કાર કન્ટેનરની પાછળ ઘૂસી ગઈ હતી. અકસ્માતની ઘટના બન્યા બાદ આસપાસના લોકો ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા. તેઓએ આ ગંભીર અકસ્માતની ઘટનાની જાણ પોલીસને કરી હતી.

ઘટનાની માહિતી મળતા પોલીસ તાત્કાલિક પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી આવી હતી. ત્યારબાદ મૃત્યુ પામેલા તમામ લોકોને મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા હતા. આ અકસ્માતની ઘટનામાં વિનોદકુમાર, તેમની માતા, પત્ની અને પુત્રીનું ઘટના સ્થળે મૃત્યુ થયું હતું. જ્યારે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા પુત્રને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવતો હતો.

પરંતુ હોસ્પિટલ પહોંચે તે પહેલા રસ્તામાં તેનું મૃત્યુ થયું હતું. પાંચેયના મૃત્યુના સમાચાર મળતા જ પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. સમગ્ર ઘટનાને લઈને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. ગંભીર અકસ્માતની ઘટનાના કારણે દિવાળીના તહેવારમાં આખો હસ્તો ખેલતો પરિવાર સાફ થઈ ગયો છે. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "દિવાળીની ઉજવણી કરવા ગામડે જતા પરિવારને રસ્તામાં નડ્યો અકસ્માત, એક જ પરિવારના 5 સભ્યોના મોત…એક ઝટકામાં આખો પરિવાર મોતને ભેટી ગયો…"

Leave a comment

Your email address will not be published.


*