મંદિરે દર્શન કરીને ગુજરાત જઈ રહેલા પરિવારને રસ્તામાં નડ્યો અકસ્માત, 3 લોકોના કરુણ મૃત્યુ, અકસ્માત જોનાર લોકોના રુવાટા ઉભા થઈ ગયા..!

Published on: 10:31 am, Sat, 10 September 22

આજકાલ અકસ્માતની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. ત્યારે એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. આ ઘટનામાં કાર અને ટ્રક વચ્ચે ટક્કર થતાં અકસ્માત સર્જાયો હતો. અકસ્માતના પગલે કારમાં સવાર બે મહિલાઓ સહિત ત્રણ લોકોના મૃત્યુ નીપજ્યા છે. આ ઉપરાંત એક મહિલા અને એક બાળક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે.

આ ગંભીર અકસ્માતની ઘટના બાડમેર જિલ્લાના મેગા હાઈવે પર ભટાલા ગામમાં બની હતી. અકસ્માતની ઘટના બન્યા બાદ ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા. ઇજાગ્રસ્ત થયેલા લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા અને અકસ્માતની ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી.

ઘટનાની માહિતી મળતા જ સ્થાનિક પોલીસ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી આવી હતી. પોલીસ તપાસ અનુસાર જાણવા મળ્યું કે બાલોત્રાથી ગુજરાત જઈ રહેલી કારને સામેથી આવી રહેલા ટ્રકે જોરદાર ટક્કર લગાવી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે કારનો ભાંગીને ભૂકો થઈ ગયો હતો.

અકસ્માતની ઘટના બની ત્યારે કારમાં એક બાળક ત્રણ મહિલાઓ સહિત પાંચ લોકો સવાર હતા. આ અકસ્માતની ઘટનામાં કારમાં સવાર બે મહિલાઓ સહિત ત્રણ લોકોને મૃત્યુ નીપજ્યા છે. જ્યારે 65 વર્ષીય મહિલા દ્રોપદી અને 8 વર્ષીય બાળક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

મૃત્યુ પામેલા લોકોના મૃતદેહને પોસ્ટ મોટો માટે હોસ્પિટલ મોકલવામાં આવ્યા હતા. આ ઘટનાની જાણ મૃતકોના પરિવારજનોને તથા પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. પોલીસે સમગ્ર ઘટનાને લઈને ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. અકસ્માતની ઘટના બન્યા બાદ ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા. જેના કારણે હાઇવે પર ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "મંદિરે દર્શન કરીને ગુજરાત જઈ રહેલા પરિવારને રસ્તામાં નડ્યો અકસ્માત, 3 લોકોના કરુણ મૃત્યુ, અકસ્માત જોનાર લોકોના રુવાટા ઉભા થઈ ગયા..!"

Leave a comment

Your email address will not be published.


*