લગ્નમાં જઈ રહેલા પરિવારને રસ્તામાં નડ્યો અકસ્માત, 3 લોકોના કરૂણ મૃત્યુ, 9 લોકો ઈજાગ્રસ્ત…

આજકાલ અકસ્માતની ઘટનાઓ ખુબ જ વધી ગઈ છે. તમે ઘણી એવી અકસ્માતની ઘટનાઓ સાંભળી હશે, જેમાં આખાને આખા પરિવાર વિખેરાઈ જતા હોય છે. ત્યારે હાલમાં બનેલી એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતની ઘટનામાં લગ્નમાં હાજરી દેવા જાહેર બે પરિવારોને રસ્તામાં અકસ્માત નડયો હતો.

અકસ્માતની ઘટનામાં 3 લોકોના કરૂણ મૃત્યુ થયા છે. જ્યારે 9 લોકો ઈજાગ્રસ્ત થયા છે. મળતી માહિતી મુજબ આ અકસ્માત મોડી રાત્રે 10 વાગ્યાની આસપાસ બન્યો હતો. મળતી માહિતી અનુસાર આ અકસ્માતની ઘટના ટોલનાકાથી એક કિલોમીટર આગળ બની હતી.

મળતી માહિતી અનુસાર ટ્રકે કારને ઓવરટેક કરવા ગયો, આ દરમ્યાન ટ્રકે કારને પાછળથી જબરદસ્ત ટક્કર લગાવી હતી. જેના કારણે કાર ત્રણ વખત પલટી ખાઈ ગઈ હતી. આ ઘટનામાં કારમાં સવાર 3 લોકોના કરૂણ મૃત્યુ થયા હતા. જ્યારે 9 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. આ અકસ્માતની ઘટના શનિવારના રોજ બની હતી.

મળતી માહિતી અનુસાર ડુંગરી ગામમાં 23 એપ્રિલના રોજ દીકરીના લગ્ન હતાં. દીકરીના લગ્નમાં હાજરી આપવા માટે ઝાબુઆના થાંદલા તાલુકામાં પરિવારના 12 લોકો એક ફોરવીલમાં ડુમરી જવા માટે નીકળ્યા હતા. ત્યારે રસ્તામાં એક ટ્રક ચાલકે તેમની કારને પાછળથી જબરદસ્ત ટક્કર લગાવી હતી.

આ ઘટનામાં પિતા-પુત્રી અને તેમની કાકીનું કરૂણ મૃત્યુ થયું હતું. ઘટનામાં 63 વર્ષીય કિશન સિંહ, 45 વર્ષીય વિધા અને 58 વર્ષીય મમતાનું ઘટનાસ્થળે કરુણ મૃત્યુ થયું હતું. કિશનસિંહ અને વિધા પિતા પુત્રી છે. ઘટનાના પગલે ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકો એકઠા થઇ ગયા હતા.

ઈજાગ્રસ્ત લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. આ ઘટના બનતા જ પરિવારમાં માતમ છવાઇ ગયો હતો. ઘટનાની જાણ થતા પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી આવી હતી. પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*