સુરત થી સ્ટેચ્યુ ઓફ યુનિટી જતા એક પરિવારનું થયું અકસ્માત, અકસ્માતમાં પાંચ વર્ષીય પુત્રનું મૃત્યુ…

169

આજકાલ દિવસેને દિવસે અકસ્માતની ઘટનાઓ ખુબ જ વધી રહી છે અને અકસ્માતમાં ઘણા નિર્દોષ લોકો પોતાનો જીવ ગુમાવે છે ત્યારે જ તેવી ઘટના સામે આવી છે આ સમગ્ર ઘટના સુરતમાં ડિંડોલીના સિંગ પરિવારની છે. મળતી માહિતી મુજબ સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે નીકળેલી કારનું કોસંબા પાસે અકસ્માત સર્જાયું હતું.

સમગ્ર ઘટનામાં પાછળથી આવતી કારે ટક્કર માર્યા બાદ સિંગ પરિવારની કાર ફરી ગઈ અને ત્યારબાદ કાર પર ટ્રક ચડી જતા ઘરમાં પાછળની સીટ પર બેસેલા 5 વર્ષીય પુત્રનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું છે.

જ્યારે આગળ બેઠેલા દંપતી ને સામાન્ય ઇજા પહોંચી છે. આ સમગ્ર બનાવ અંગે કોસંબા પોલીસને જાણ થતા તાત્કાલીક ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે.

કારચાલક નું નામ પુનિત સિંગ છે. ડીંડોલી એક ખાનગી કંપનીમાં કામ કરે છે રવિવારે પુનિતભાઈ અને તેમના પત્ની અસલી અને એક પાંચ વર્ષીય પુત્ર સુર્યાશ સ્ટેચ્યુ ઓફ યુનિટી જવા માટે નીકળ્યા હતા.

આ સમગ્ર ઘટનામાં કોસંબા થી આવતી SUV કારે પરિવારની કારને પાછળથી ટક્કર મારી હતી. જેનાથી પુનિતભાઈ ની કાર ફરી જતા પાછળથી રસ્તા પર આવેલા ડ્રાઇવર સ્ટેરીંગ પર પોતાનું કાબુ માં આવ્યું હતું અને સહકાર પર ચડી ગયો હતો.

આ સમગ્ર ઘટના માં 5 વર્ષનો સૂર્યશ ને ગંભીર રીતે ઇજા પહોંચી હતી તે માટે તેને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો અને હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું. ઘટનાની જાણ થતાં કોસંબા પોલીસ ઘટના સ્થળે તાત્કાલિક પહોંચી ગઈ હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!