નશામાં ધૂત એક કાર ચાલકે સામેથી આવતા ટ્રકમાં ઘૂસાડી દીધી કાર, જુઓ 3 અકસ્માતના લાઈવ વીડિયો…

90

આજકાલ અકસ્માતની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે. અકસ્માતમાં અત્યાર સુધીમાં એક જણાની બેદરકારીના કારણે ઘણા નિર્દોષ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હશે. ત્યારે તેલંગાણા અને કેરળમાં થયેલા 3 અકસ્માતના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે.

મળતી માહિતી મુજબ પહેલો અકસ્માત તેલંગણાના ડુંડીગલમાં થયો હતો. મળતી માહિતી અનુસાર અહીં ડબલ પટ્ટી રોડ પર એક નશામાં ધૂત કાર ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવ્યો હતો અને સામેથી આવતી ટ્રક સાથે પોતાની કારને ટક્કર લગાવી હતી.

ટ્રક અને કાર વચ્ચે ટક્કર થતાં કારના બોનેટ નો ભાંગીને ભુક્કો થઈ ગયો હતો. મળતી માહિતી અનુસાર અકસ્માતમાં કારમાં સવાર તમામ મુસાફરોનો બચાવ થયો છે. ઘટનાની જાણ કરતા પોલીસ તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી આવી હતી અને સમગ્ર ઘટનાની તપાસ કર્યા બાર બાર ચાલક સામે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી.

બીજા અકસ્માતની વાત કરીએ તો બીજો આસમાન હૈદરાબાદના માધાપૂરમાં બન્યો હતો. અહી એક કાર ચાલકે ઓવરટેઇક કરતી વખતે સાયકલ સવાર યુવકને અડફેટમાં લીધો હતો. મળતી માહિતી મુજબ જ્યારે કાર ચાલકે સાઇકલ સવાર યુવકને ટક્કર લગાવી ત્યારે સાયકલ સવાર યુવક લગભગ 30 ફૂટ જેટલો હવામાં ફંગોળાઇ ગયો હતો.

મળતી માહિતી મુજબ આ અકસ્માતમાં સાયકલ સવારને સામાન્ય ઇજા પહોંચી છે તેને સારવાર માટે આસપાસના લોકો દ્વારા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી અને સમગ્ર ઘટનાની તપાસ કર્યા બાદ કાર ચાલક સામે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી.

ત્રીજો અકસ્માત કેરળના પલક્કડ વિસ્તારમાં બન્યો હતો. અહીં એક બાઈક ચાલકે બીજી બાઇકચાલકને જોરદાર ટક્કર લગાવી હતી. અકસ્માતની આ ઘટના રોડ પર લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. સીસીટીવી ફુટેજમાં તમે જોઈ શકો છો કે ચાર રસ્તા પર લોકો ઉભા છે અને એક બાઇક ચાલક સિગ્નલ તોડીને આગળ વધે છે.

ત્યારે એક બાઇક ચાલક તેને ટક્કર લગાવે છે બંને બાઈક વચ્ચે ટક્કર થતા બાઇકચાલક 20થી 25 ફૂટ દૂર હવામાં ઉછાળીને નીચે પડ્યા હતા. મળતી માહિતી અનુસાર આ અકસ્માતમાં ત્રણ વ્યક્તિઓને સામાન્ય ઇજા પહોંચી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!