ગણેશ ચતુર્થીના શુભ દિવસથી ડોર ટુ ડોર કેમ્પેનનો પ્રારંભ થશે, જેમાં અમારા સંગઠનના તમામ કાર્યકર્તાઓ અરવિંદ કેજરીવાલજીની ગેરંટી એક એક ઘર સુધી પહોંચાડશે: ગોપાલ ઇટાલિયા

આમ આદમી પાર્ટીના ગુજરાતના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયા એક મહત્વપૂર્ણ મુદ્દે મીડિયાને સંબોધતા જણાવ્યું કે, આમ આદમી પાર્ટી ખૂબ જ મજબૂતાઈ થી આગળ વધી રહી છે. દિવસેને દિવસે આમ આદમી પાર્ટીનું સંગઠન એક નવી ઊંચાઈએ પહોંચી રહ્યું છે. આ ઉપરાંત હજારો લોકો દરરોજ આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. ગોપાલ ઇટાલીયા એ જણાવ્યું કે તમામ વર્ગમાંથી, તમામ વિસ્તારોમાંથી અને તમામ સમાજો માંથી ખૂબ જ મોટી સંખ્યામાં લોકો અરવિંદ કેજરીવાલ સાથે અને આમ આર્મી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે.

ગોપાલ ઇટાલીયા એ કહ્યું કે અલગ અલગ કાર્યક્રમોના માધ્યમથી એ ડોર ટુ ડોર કેમ્પાઇન હોય કે જાન સંવાદ હોય કે ધારણા પ્રદર્શન હોય કે સોશિયલ મીડિયા કેમ્પેન હોય, આવા અલગ અલગ કાર્યક્રમોના માધ્યમથી આમ આદમીનો વિચાર એક એક વ્યક્તિ સુધી પહોંચી રહ્યો છે. તમામ કાર્યક્રમોમાં જનતાનો ભરોસો આમ આદમી પાર્ટી ઉપર ખૂબ જ વધી રહ્યો છે.

પછી ભલે એ પોલીસ કર્મચારી વર્ગ હોય, આંગણવાડી ની બહેનો હોય, હોમગાર્ડ હોય, ખેડૂતો હોય, મહિલાઓ હોય, તમામ લોકો અરવિંદ કેજરીવાલજી પર ખૂબ જ ભરોસો કરી રહ્યા છે. તે લોકો ઈચ્છી રહ્યા છે કે એક મોકો અરવિંદ કેજરીવાલને આપવામાં આવે. ગોપાલ ઇટાલીયા વધુમાં જણાવ્યું કે ગુજરાતના લોકો અરવિંદ કેજરીવાલ જેની એક મોકો આપે તે માટે અરવિંદ કેજરીવાલ જઈએ પાંચ લાખ કેટલાક દિવસોમાં ગુજરાતના લોકોને અમુક ગેરંટીઓ આપી છે. ગુજરાતના અને દેશના સાહિત્યમાં પહેલી વખત ગેરંટી શબ્દ વપરાયો છે. અરવિંદ કેજરીવાલજી પહેલા એવા નેતા છે જે કામ કરવાની ગેરંટી આપે છે અને એવું જાહેરમાં કહેવાની હિંમત રાખે છે કે જો કામ પૂરું ન થાય તો બીજી વખત અમને મત ના આપતા. વધુમાં ગોપાલ ઇટાલીયા એ જણાવ્યું કે અરવિંદ કેજરીવાલ જઇએ પાછલા દિવસોમાં અલગ અલગ સેક્ટર પ્રમાણે ગેરંટીઓ આપેલી છે.

ગોપાલ ઇટાલીયા જણાવ્યું કે અરવિંદ કેજરી વાલે જે આપેલી તમામ ગેરંટીઓ ગુજરાતના એક એક વ્યક્તિ સુધી પહોંચે, એક એક ઘર સુધી પહોંચે તેના માટે એક મહા અભ્યાન ચાલુ કરવાનું છે. જેમાં અમે ગેરંટી રજીસ્ટ્રેશન કેન્પેન તરીકે આગળ વધારવા જઈ રહ્યા છીએ. આવતીકાલે ખૂબ જ શુભ દિવસ છે આપણે ત્યાં પરંપરામાં માનવીએ છીએ કે કોઈ પણ શુભ કાર્યની શરૂઆત ગણપતિ પ્રાર્થનાથી થાય તો એ કાર્યક્રમ સફળ થાય છે. એટલા માટે આવતીકાલે ગણેશ ચતુર્થીના શુભ દિવસે ડોર ટુ ડોર કેન્પેનનો પ્રારંભ થશે. જેમાં અમારા સંગઠનના તમામ કાર્યકર્તાઓ અરવિંદ કેજરીવાલની ગેરંટી એક એક ઘર સુધી પહોંચાડશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*