એક ડૉક્ટરે પોતાની નિર્દોષ કાકી અને પિતરાઇ બહેનની રસ્તા વચ્ચે લાકડી વડે ધોલાઈ કરી – જુઓ વિડિયો

104

ઉત્તર પ્રદેશની એક ચોંકાવનારી ઘટના નો વીડિયો સામે આવ્યો છે. મળતી માહિતી મુજબ ઉત્તર પ્રદેશના સરકારી ડોક્ટર નો એક ખુબ જ શરમજનક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. ડોક્ટરે પોતાની કાકી અને પિતરાઇ બહેનની રસ્તા વચ્ચે લાકડી વડે ધોલાઈ કરી હતી.

તે કારણસર બંનેને ખૂબ જ ગંભીર ઈજા પહોંચી હતી ત્યારબાદ તેને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં લઈ ગયા હતા. મળતી માહિતી અનુસાર આ ઘટના MP ના મિલ માર્ગ સ્થિત તારણ પાઠશાળાની છે.

મળતી માહિતી અનુસાર ડોક્ટર મધ્યપ્રદેશનો છે અને તે મથુરા માં નોકરી કરે છે. મળતી માહિતી અનુસાર 50 વર્ષીય પુષ્પલતા જૈન પોતાની 18 વર્ષીય દીકરી સંસ્કૃતિ સાથે પોતાની સાડી ની દુકાન પર બેઠા હતા.

ત્યારે જેઠ સૂરજમલ જૈન પોતાના દીકરા ડોક્ટર આશિષ સાથે ત્યાં આવ્યા હતા. અને ત્યારબાદ ગાળો બોલીને તે મકાન એ જ સમયે ખાલી કરવા માટે દબાણ આપ્યું હતું. અને દુકાનનો સામાન બહાર ફેંકવા લાગ્યા હતા.

જ્યારે તેમને આ વસ્તુ કરવાથી રોકવામાં આવ્યા અને પોલીસ ફરિયાદ કરવાની વાત કરી ત્યારે સૂરજમલ અને આશિષ ભડકી ગયા હતા. અને ત્યારબાદ મા-દીકરીને જાહેરમાં દોડાવી દોડાવીને લાકડી વડે ધોલાઈ કરી હતી. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.

વિડિયો સામે આવતા જ પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. આ ઘટનામાં બંને મહિલાના શરીર પર ગંભીર ઈજા પહોંચી હતી. તે કારણોસર તેને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં વ્યવસ્થિત સારવાર ન મળી હોવાના કારણે પોલીસ એક્શનમાં આવી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!