ગુજરાત સહિત સમગ્ર દેશભરમાં છેલ્લા ઘણા સમયથી હાર્ટ એટેક આવવાના કારણે મોત થવાની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. ગુજરાત બાદ અન્ય રાજ્યોમાં પણ હવે હાર્ટ એટેકના બનાવો વધી રહ્યા છે. ત્યારે હાલમાં મધ્યપ્રદેશમાં બનેલી એક હાર્ટ એટેકની ઘટના સામે આવી રહી છે.
આ ઘટનામાં મધ્યપ્રદેશના શિવપુરી શહેરની એક ખાનગી હોસ્પિટલના ડાયરેક્ટર ડોક્ટર રોનક શર્માનું હાર્ટ એટેક આવતા કરુણ મોત થયું છે. ડોક્ટર રોનક શર્માનું મોત થતા જ તેમના પરિવારજનો અને અન્ય ડોક્ટરોમાં માતમ છવાઈ ગયો હતો. આ ઘટના આજરોજ બની હતી. આજરોજ ડોક્ટર રોનક શર્માને અચાનક જ છાતીમાં દુખાવો ઉપડ્યો હતો.
ત્યારબાદ પરિવારના સભ્યો ડોક્ટર રોનકને સારવાર માટે તાત્કાલિક જિલ્લાની હોસ્પિટલમાં લઈ ગયા હતા જ્યાં હાજર ડોક્ટરે ડોક્ટર રોનક શર્માની તપાસ કર્યા બાદ તેમને મૃત જાહેર કર્યા હતા. તેમના મોતના સમાચાર મળતા જ પરિવારમાં માતમ છવાઈ ગયો હતો.
સમગ્ર ઘટનાને લઈને વિગતવાર વાત કરી આપો મૃત્યુ પામેલા ડોક્ટર રોનક શર્માના પિતા લખન શર્મા SDOના નિવૃત્ત અધિકારી છે. ડોક્ટર રોનક શર્માને બે ભાઈ અને બે બહેન છે. મળતી માહિતી અનુસાર જાણવા મળી રહ્યું છે કે ડોક્ટર રોનક શર્માની પહેલી પત્નીનું મોત થઈ ગયું હતું. તેમને હજુ ચાર મહિના પહેલાં જ બીજા લગ્ન કર્યા હતા.
એમના જીવનમાં બધું સરખું ચાલતું હતું અને પરિવાર પણ તેમનો હસતો ખેલતો હતો. ત્યારે આજરોજ અચાનક જ તેમને છાતીમાં દુખાવો પડ્યો હતો. તેથી પરિવારના સભ્યો તેમને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા અને જ્યાં હાજર ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. જાણવા મળી રહ્યું છે કે ડોક્ટર રોનક શર્મા નું હાર્ટ એટેક આવવાના કારણે મોત થયું છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment