રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવી ના એક નિર્ણયથી બચશે હજારો લોકોની જિંદગી,તાબડતોડ શરૂ કરવામાં આવ્યું આ કામ

રાજ્ય સરકાર દ્વારા સતત વધતી જતી માર્ગ અકસ્માતની ઘટનાઓ ને અટકાવવા માટે મોટું પગલું ભરવામાં આવ્યું છે કે જેમાં રાજ્ય સરકાર દ્વારા અકસ્માત અટકાવવા કુલ 42 વાહનોને પેટ્રોલિંગ તરીકે ફાળવી દેવામાં આવ્યા છે અને વાહનો તમામ સુવિધાઓથી સજ્જ થયેલા છે.

ગૃહ વિભાગ દ્વારા ગુજરાતમાં સુરક્ષા નીતિ અંતર્ગત ગુજરાત પોલીસને ઓવર સ્પીડ ને લીધે બનતા અકસ્માતોને રોકવા માટે ઇન્ટરસેપ્તર 48 વાહનો તેમજ મુખ્ય ધોરીમાર્ગ પર પેટ્રોલિંગ કરી અકસ્માત સમયે ફર્સ્ટ રિસ્પોન્સ વ્હિકલ અને રેસ્ક્યું વ્હિકલ એવા 42 હાઇવે પેટ્રોલ વાહન આપી દેવામાં આવ્યા છે.

વાહનો પ્રસ્થાન કરાવી ને ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી જણાવે છે કે,ઓવર સ્પીડ ને લીધે અકસ્માતની ઘટનાને અટકાવવા માટે ખૂબ આધુનિક સાધનોથી સજજ રડાર સ્પીડ ગન સાથે ગુજરાત પોલીસના ઉપયોગ સારું કરવા ઇન્ટરસેપ્તર વાન તૈયાર કરાઈ છે.

ગૃહરાજ્યમંત્રી જણાવે છે કે આગામી સમયમાં પોલીસ વિભાગને વધુ સજ્જ બનાવવા માટે અનેક સુવિધા સાથે 1100 જેટલા ટુ વ્હીલર તથા અન્ય વાહનોની જરૂર પ્રમાણે ખરીદી કરવામાં આવશે.

આપને જણાવી દઇએ કે ગુજરાત પોલીસને અર્પણ કરાયેલી 48 ઇન્ટરસેપ્તર વાન ની ડિઝાઇનિંગમાં હાઈ ક્વોલિટી ની રીફલેક્ટિવ સલામતી સ્ટ્રીપ્સ તેમજ ગુજરાત પોલીસના લોગ સાથે તૈયાર કરાય છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*