માં મોગલના તો પરચા અપરંપાર છે. માં મોગલના દર્શન માત્રથી ભક્તોના દુઃખ દૂર થઈ જાય છે. માં મોગલે તેમના ચરણોમાં આવેલા સેકડો ભક્તોના દુઃખ દૂર કર્યા છે. એટલે જ માં મોગલને અઢારે વરણની માતા કહેવામાં આવે છે.જો સાચા મનથી માં મોગલની માનતા માનો તો માતાજી તમારી દરેક મનોકામનાઓ પૂર્ણ કરે છે. તમે ઘણા એવા કિસ્સાઓ સાંભળ્યા હશે જેમાં લગ્નના 50 વર્ષ બાદ માં મોગલના આશીર્વાદથી નિ:સંતાન દંપતીઓના ઘરે દીકરો કે દીકરીનો જન્મ થયો હોય.
ત્યારે આજે આપણે માં મોગલના આવા જ એક પરચા વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. વાત કરીએ તો, એક દંપતીના લગ્નના 14 વર્ષ થઈ ગયા છતાં પણ તેમના ઘરે બાળકનો જન્મ થતો ન હતો. ઘણી જગ્યાએ બતાવ્યું પરંતુ કંઈ મેળ પડતો નહોતો.છેવટે આ પતિ પત્નીએ માં મોગલ પર આસ્થા અને શ્રદ્ધા રાખીને તેમની માનતા માની. બાદમાં માં મોગલના આશીર્વાદથી આ દંપતીના ઘરે દીકરીનો જન્મ થયો હતો. દીકરીનો જન્મ થતા જ પરિવારમાં એક અલગ જ ખુશીનો માહોલ છવાઈ ગયો હતો.
બાદમાં પરિવારના તમામ સભ્યો દીકરીને લઈને કબરાઉમાં બિરાજમાન માં મોગલના દર્શન કરવા માટે આવ્યા હતા. અહીં તેમણે માં મોગલના આશીર્વાદ લીધા હતા અને પછી અહીં બિરાજમાન મણીધર બાપુના આશીર્વાદ પણ લીધા હતા. બાદમાં તેમણે પોતાની માનેલી માનતા વિશે મણીધર બાપુને જણાવ્યું હતું. ત્યારે મણીધર બાપુ દ્વારા આ દીકરીને આશીર્વાદ આપવામાં આવ્યા હતા.