રાજકોટ શહેરમાં બનેલી એક જીવ ટુંકાવાની ઘટના સામે આવી રહી છે. અહીં સાધુ વાસવાણી રોડ નજીક ખાનગી ગર્લ્સ હોસ્ટેલમાં ધોરણ-12માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીએ ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું છે. મૃત્યુ પામેલી વિદ્યાર્થીની નું નામ દેવાંશી સરવૈયા હતું. દેવાંશીનું મોત થતા જ અન્ય વિદ્યાર્થીનીઓ આઘાતમાં સરી પડી છે.
સમગ્ર ઘટના બન્યા બાદ પોલીસ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી આવી હતી. પોલીસને મૃત્યુ પામેલી દેવાંશી પાસેથી એક સુસાઇડ નોટ પણ મળી આવી છે. વિગતવાર વાત કરીએ તો દેવાંશીના માતા પિતા જેતપુરના કેરાળી ગામમાં રહે છે. અભ્યાસ અર્થે દેવાંશી રાજકોટની ખાનગી ગર્લ્સ હોસ્ટેલમાં રહેતી હતી અને ધોરણ 12 માં અભ્યાસ કરતી હતી.
ગઈકાલે તેને સુસાઇડ નોટ લખીને ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. પોલીસે સુસાઇડ નોટ જપ્ત કરીને આ ઘટનાની જાણ દેવાંશીના પરિવારના સભ્યોને કરી હતી. આ ઉપરાંત પોલીસે તેના સંચાલકોની પણ પૂછપરછ કરી હતી. ત્યાર પછી દેવાંશીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યું હતું.
મૃત્યુ પહેલા દેવાંશીએ સુસાઇડ નોટમાં લખ્યું હતું કે “Good Bye And Sorry, મને કાંઈ વાંધો નથી પણ મને ગમતું નથી. માથું બોવ દુખ્યા કરે છે. પપ્પા તમે કાંઈ ટેન્શન ન લેતા, સોરી પપ્પા મને માફ કરી દેજો. ભાઈ અને મમ્મી મને માફ કરી દેજો, ભાઈ મમ્મી પપ્પાનું ધ્યાન રાખજે. Bye I love you mom and dad and bhai”
દેવાંશીએ કયા કારણોસર પોતાનું જીવન ટૂંકાવ્યું તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી. સમગ્ર ઘટનાને લઈને પોલીસ કાર્યવાહી કરી રહી છે. દેવાંશીના મૃત્યુના સમાચાર મળતા જ તેના પરિવાર ઉપર આ તૂટી પડ્યું હતું. દીકરીનું મોત થતા માતા પિતા આઘાતમાં સરી પડ્યા છે. સમગ્ર ઘટનાને લઈને પોલીસે હોસ્ટેલના સંચાલકો અને દેવાંશીની સાથે રહેતી અન્ય વિદ્યાર્થીનીઓની પૂછપરછ કરી છે. હાલમાં તો સમગ્ર ઘટનાને લઈને પોલી સે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment