ડાંગની પૂર્ણા નદીના ભારે પ્રવાહમાં એક ગોવાળ ફસાયો, ઝાડને પકડીને માંડ માંડ પોતાનો જીવ બચાવ્યો…જુઓ વિડિયો…

87

ગુજરાતના ડાંગ જિલ્લામાં ગઈકાલે ધોધમાર વરસાદ વરસ્યો હતો. ત્યારે પૂર્વપટ્ટી વિસ્તારનાં કરંજડી કડમાળ નજીક પૂર્ણા નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. ત્યારે પૂર્ણા નદી પાર કરી રહેલો એક ગોળ પાણીના ભારે પ્રવાહથી ફસાઈ ગયો હતો. ત્યારે ગોવાળ પોતાનો જીવ બચાવવા માટે એક ઝાડને પકડી ને પાંચ કલાક સુધી બેઠો હતો.

ત્યારબાદ પાણીનો પ્રવાહ ઓછો થતાં ગામના લોકો દ્વારા ગોવાળ અને નદીના પાણીમાંથી બહાર કાઢ્યો હતો. ડાંગ જિલ્લાના ગામડાઓમાં સતત બે દિવસથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે. તેના કારણે ગતરોજ પૂર્ણા નદીમાં પૂરની સ્થિતિ ઊભી થઇ હતી.

ત્યારે નદી પાર કરતા યોગેશ ભાઈ આહીરના એક ગોવાળ પાણીના ભારે પ્રવાહથી ફસાઈ ગયા હતા. ત્યારે યોગેશભાઈ પાણીમાં ફસાઇ જતા પટમાં આવેલા એક વૃક્ષને પકડી લીધું હતું.

તેઓએ પાંચ કલાક સુધી ઝાડને પકડીને પોતાનો જીવ બચાવ્યો હતો. ત્યારબાદ પાણીનો પ્રવાહ ઓછો તથા ગામના લોકો દ્વારા યોગેશભાઈ ને ઝાડ પરથી ઉતારીને નદીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા.

ગોવાળ સાથે પાડા સહિત બકરી જેવા પશુઓ પણ પાણીમાં તણાયા હતા. પરંતુ ગામના લોકો દ્વારા તેમને પણ બચાવી લેવામાં આવ્યા હતા. આ ઘટના બન્યા બાદ યોગેશભાઈ ગામના લોકોને ખૂબ જ આભાર માન્યો હતો.

અચાનક બનેલી આ ઘટનાને કારણે યોગેશભાઈ નો જીવ અધ્ધર થઈ ગયું હતું. આ સમગ્ર ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે આ સમગ્ર ઘટના દૂર ઊભેલા એક વ્યક્તિએ મોબાઇલમાં કેદ કરી લીધી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!