આજકાલ સોશિયલ મીડિયા પર અકસ્માતની ઘટનાઓના કિસ્સાઓ સામે આવતા હોય છે. દિવસે ને દિવસે અકસ્માતની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. આ અકસ્માતમાં ઘણા લોકો પોતાનો જીવ ગુમાવે છે અને ઘણા લોકોનો ચમત્કારિક રીતે બચાવ પણ થાય છે. હાલમાં આવો જ એક અકસ્માતનો બનાવ બન્યો છે, રાણપુર થી પાળીયાદ રોડ પર રાજપરા ગામના પાટીયા પાસે મુંબઈના દંપત્તિનું અકસ્માત સર્જાતા પતિની સામે પત્નીનું મૃત્યુ થયું હતું.
જ્યારે પતિ ને ઇજાઓ પહોંચી હતી અને મૃતક મહિલાને પીએમ માટે રાણપુર હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. મળતી માહિતી અનુસાર મુંબઈ રહેતા રાજેશભાઈ મગનલાલ પંડ્યા અને તેમના પત્ની વિભાબેન બંને જસદણ ગામે રાજેશભાઈના સાઢુભાઈ નું મૃત્યુ થયેલ તેની અંતિમ વિધિ હતી.
તે વિધિ પૂર્ણ કરી બંને પતિ-પત્ની જસદણ થી મુંબઈ તરફ પોતાની કાર મહિન્દ્રા એક્સયુવી 700 લઈને પરત જઈ રહ્યા હતા. આ સમયે રાણપુર પાળીયાદ રોડ પર આવેલ રાજપરા ગામના પાટીયા પાસે રાજેશભાઈ ને અચાનક સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા કાર રોડ પરથી નીચે ઉતરી જતા અકસ્માત સર્જાયો હતો.
રાજેશભાઈ ના પત્ની વિભાબેનનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે રાજેશભાઈને ઇજાઓ પહોંચી હતી. ઘટનાની જાણ થતા આજુબાજુના લોકોએ 108 એમ્બ્યુલન્સ ને તેમજ પોલીસને જાણ કરવામાં આવતા 108 અને રાણપુર પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા.
ઘટના સ્થળે પહોંચી ઇજાગ્રસ્ત રાજેશભાઈ પંડ્યાને તેમજ તેમના પત્ની વિભાબેન ને રાણપુર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. રાણપુર હોસ્પિટલના તબીબે વિભાબેનને મૃત જાહેર કર્યા. જ્યારે રાજેશભાઈને ઇજાઓ થતા સારવાર શરૂ કરી હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment