સુરતના ઈચ્છાપોર-ONGC બ્રિજ પર એક કન્ટેનર પલટી મારી ગયું, પછી થયું એવું કે… જુઓ ફોટા.

100

રાજ્યમાં વરસાદી માહોલ જામી રહ્યો છે ત્યારે વરસાદી માહોલમાં અકસ્માતની ઘટનાઓ ખુબ જ વધી ગઈ છે. ત્યારે સુરતમાં એક અકસ્માતની ઘટના સામે આવી છે. બ્રિજ પર અકસ્માત થવાના કારણે બ્રિજ છેલ્લા ત્રણ દિવસથી બંધ છે. આ અકસ્માત થવાના કારણે બ્રિજ ના પાયા પણ ડગી ગયા છે.

સમગ્ર ઘટના એ છે કે એક કન્ટેનર આ બ્રિજ પર જબરદસ્ત રીતે પલટી મારી ગયું હતું. એના કારણે છેલ્લા ત્રણ દિવસથી બ્રિજ બંધ રાખવામાં આવ્યો છે.

ચિંતાની વાત એ છે કે કન્ટેનર એટલું બધું વજનમાં ભારે છે કે તે જગ્યાએ થી અલવા નું નામ જ નથી લેતું. આ ઉપરાંત ક્રેન પણ આ કન્ટેનર નો વજન ખમી શકે તેમ નથી.

જેના કારણે તંત્રને કંપનીનું જાણ માં મુકાય છે કે આ કન્ટેનર ને હવે રસ્તા પરથી કેવી રીતે ખસેડવું આ કન્ટેનર હટાવવા માટે તંત્ર દ્વારા હજીરાની કંપનીઓને નોટિસ આપવામાં આવી છે.

મળતી માહિતી મુજબ સુરતના ઇચ્છાપોર ONGC બ્રિજ પર ત્રણ દિવસ પહેલા એક કન્ટેનર પલટી મારી ગયું હતું. કન્ટેનર નો વજન કેટલો વધારે હતો કે પુલ ના પાયા પણ હલી ગયા છે.

મળતી માહિતી મુજબ પલટી મારી ગયેલા કન્ટેનરમાં 143 ઘરનો સામાન મૂકવામાં આવ્યો હતો. મળતા આંકડા મુજબ કન્ટેનરના કારણે બ્રિજને 50 લાખનું નુકસાન થયું છે.

આ ઉપરાંત ગઈકાલે કન્ટેનરને પુલ ઉપરથી કેવી રીતે હટાવવું તેના માટે એક મિટિંગ પણ યોજાઈ હતી. મળતી માહિતી મુજબ કન્ટેનર બતાવ્યા બાદ બ્રિજનું રીપેરીંગ કામ કરાવવું પડશે. જેના કારણે બ્રિજ લાંબા સમય સુધી બંધ રહી શકે છે. અને આ કન્ટેનર અને હટાવવા માટે મુંબઈથી વિશેષ કેઇન મંગાવી પડશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!