કોરોનાનાં વધતા જતા સંક્રમણ ને લઈને વિવિધ ગામોમાં સ્વેચ્છિક લોકડાઉન કરવામાં આવી રહ્યુ છે,ત્યારે આણંદ ના મોગરી ગ્રામ પંચાયત દ્વારા આજથી 10 દિવસ માટે ગામમાં લોકડાઉન જાહેર કરવામાં આવતા બપોરે બાર વાગ્યા બાદ ગામ સંપૂર્ણ બંધ થઈ જતાં આજે પ્રથમ દિવસે લોકડાઉન સફળ રહ્યું હતું. ગ્રામ પંચાયત દ્વારા ગામમાં વધતા જતા કોરોના સંક્રમણ નિયંત્રણ માં લાવવા માટે ગ્રામજનોને મીટીંગ બોલાવ્યા.
ગામમાં લોકડાઉન કરવાનો સામૂહિક નિર્ણય લેવાયો હતો.ત્યારબાદ ગામના જાહેર નોટીસ બોર્ડ પર લોકડાઉન અગે ની જાહેરાત કરી દેવામાં આવી હતી. જે અંતર્ગત આજે પ્રથમ દિવસે બપોરે 12 વાગતા તમામ વેપારીઓ દુકાનદારોને પોતાના વેપાર ધંધા બંધ કરી દઈ લોકડાઉન નું પાલન કર્યું હતું.
આ ગામમાં આજે મોટા વેપારી થી લઈને નાની ચા / નાસ્તા ની લારી કે પાન બીડી ગલ્લા સહિત તમામ લોકો લોકડાઉન માં જોડાતા આજે પ્રથમ દિવસથી જ ગામ સંપૂર્ણ બંધ રહ્યુ હતુ.શાકભાજી અનાજ કરિયાણા તેમજ દવાઓની દુકાનો પણ બંધમાં જોડાઈ હતી.
ગામમાંજાહેર માર્ગો પર બેસતા લોકોએ પણ બેસવાનું બંધ કરી દઈ લોકડાઉન નું પાલન કરતા સમગ્ર ગામમાં સનાતો પ્રસરી ગયો હતો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment