એક લોડીંગ કાર અને ઇકો કાર વચ્ચે ટક્કર થતા સર્જાયો અકસ્માત, 3 લોકોના મૃત્યુ, 12 લોકો ઈજાગ્રસ્ત…

61

આજકાલ અકસ્માતની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે. ત્યારે ધોલપુરના સદર પોલીસ સ્ટેશન વિસ્તારના ખાનપુર ગામ પાસે મંગળવારના રોજ એક અકસ્માતની ઘટના બની હતી. મળતી માહિતી મુજબ અહીં લોડીંગ કાર અને ઇકો કાર વચ્ચે જોરદાર ટક્કર થતા અકસ્માત સર્જાયો હતો.

મળતી માહિતી અનુસાર ઇકો કારમાં સવાર લોકો કૈલાદેવી થી પરત ફરી રહ્યા હતા. આ અકસ્માતમાં 3 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે અને 12 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. કારમાં સવાર લોકો આગ્રાના રહેવાસી છે.

અને તેઓ એકબીજાના સંબંધી હોવાનું સામે આવ્યું છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે અકસ્માત દરમિયાન કારમાં રહેલા પરિવારના સભ્યો સૂઈ રહ્યા હતા. ત્યારે અચાનક જ ડ્રાઈવરને ઝોકુ આવી ગયું હતું અને અકસ્માત સર્જાયો હતો.

મળતી માહિતી મુજબ સોમવારના રોજ પરિવારના એક વર્ષના બાળકનું મુંડન પરિવાર કૈલાદેવી આવ્યું હતું. અને તેઓ મંગળવારના રોજ પોતાના ઘર તરફ પરત ફરી રહ્યા હતા ત્યારે લગભગ 4 વાગ્યાની આસપાસ સવારમાં તેઓનું અકસ્માત થયું હતું.

ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી અને અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા 12 લોકોને મહાન માંથી બહાર કાઢીને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા હતા. અને મૃત્યુ પામેલા લોકોના મૃતદેહને શબગૃહમાં રાખવામાં આવ્યા છે.

જ્યારે પરિવાર બાળકનું મુંડન કરાવીને ઘર તરફ પરત આવી રહ્યું હતું ત્યારે સામેથી આવી રહેલા કેળા થી ભરેલી કાર સાથે તેમની ઇકો કારની ટક્કર થઈ હતી. મળતી માહિતી મુજબ લોડીંગ કાર મેળા લઈને બારી જઈ રહ્યો હતો. અકસ્માતમાં લોડિંગ કારના ડ્રાઇવરનું પણ મૃત્યુ થયું છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!