કાર અને પીકઅપ વાહન વચ્ચે ટક્કર થતા સર્જાયો ગંભીર અકસ્માત, 2 લોકોના ઘટનાસ્થળે કરુણ મૃત્યુ…

Published on: 9:44 am, Wed, 9 February 22

જાલોર જિલ્લાના સાયલા-પોશાણા રોડ પર રૂપાવાડી નજીક પીકઅપ અને કાર વચ્ચે ટક્કર થતાં ગંભીર અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતની ઘટનામાં બે લોકોએ ઘટના સ્થળે પોતાના જીવ ગુમાવ્યા છે. ઉપરાંત કારમાં બેઠેલા અન્ય 2 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.

અકસ્માત બન્યા બાદ ઘટનાસ્થળે મોટી સંખ્યામાં લોકો એકઠા થઇ ગયા હતા. ઉપરાંત ઈજાગ્રસ્ત બંને લોકોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. મળતી માહિતી અનુસાર બાડમેર બાજુથી એક પીકઅપ વાહન જનરેટર ભરીને સાયલા જઈ રહ્યું હતું.

તે દરમિયાન રૂપાવાડી પાસે એક કાર સાથે પીકઅપની ટક્કર થતા પીકઅપ પલટી ખાઈ ગયું હતું. મળતી માહિતી અનુસાર આ ઘટનામાં પીકઅપમાં પાછળ બેઠેલા બે લોકો જનરેટર નીચે દબાઈ ગયા હતા.

આ કારણોસર તેનું ઘટના સ્થળે જ કરૂણ મૃત્યુ થયું હતું. મૃત્યુ પામેલા બંને યુવકો જયપુર ના રહેવાસી હતા. જેમાં એકનું નામ નવાબખાન અને બીજાનું નામ આરીફ ખાન હતું.

ઘટના બનતા જ મોટી સંખ્યામાં લોકો ઘટનાસ્થળે એકઠા થઇ ગયા હતા. તેઓએ આ ઘટનાની જાણ થતા તાત્કાલીક પોલીસને કરી હતી. ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી.

ઉપરાંત મૃત્યુ પામેલા બંનેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. કારમાં સવાર બંને લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "કાર અને પીકઅપ વાહન વચ્ચે ટક્કર થતા સર્જાયો ગંભીર અકસ્માત, 2 લોકોના ઘટનાસ્થળે કરુણ મૃત્યુ…"

Leave a comment

Your email address will not be published.


*