સવારે ઘરેથી બાઈક લઈને ઓફિસે જતા ક્લાર્કનું રસ્તામાં અકસ્માતમાં કરુણ મોત… બે દીકરાઓએ પિતાની છત્રછાયા ગુમાવી…

આજકાલ અકસ્માતની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે, ત્યારે હાલમાં બનેલી એક ભયંકર અકસ્માતની ઘટના સામે આવી રહી છે. વિગતવાર વાત કરીએ તો પંચાયત સમિતિમાં ક્લાર્ક તરીકે ફરજ બજાવતા વ્યક્તિનું શુક્રવારના રોજ અકસ્માતમાં મોત થયું છે. મળતી માહિતી અનુસાર ઘરેથી ઓફિસે જતા હતા. ત્યારે રસ્તામાં સામેથી આવતી એક બાઈકે તેમને જોરદાર ટક્કર લગાવી હતી.

અકસ્માતની ઘટના બન્યા બાદ આસપાસના લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા. ત્યારબાદ ઘટનાની જાણ એમ્બ્યુલન્સને કરવામાં આવી હતી. પછી એમ્બ્યુલન્સની મદદ થી ઈજાગ્રસ્ત થયેલા વ્યક્તિને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. આ અકસ્માતની ઘટના રાજસ્થાનના ચિત્તોડગઢ માંથી સામે આવી રહી છે.

મળતી માહિતી અનુસાર ઇજાગ્રસ્ત થયેલા વ્યક્તિને લઈને એમ્બ્યુલન્સ હોસ્પિટલ પહોંચે તે પહેલા તો તેમનું મોત થઈ ગયું હતું. આ ઘટનાની જાણ થતા જ તેમના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. વ્યક્તિના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કર્યા બાદ મૃતદેહને પરિવારજનોને સોંપી દેવામાં આવશે.

મૃત્યુ પામેલા વ્યક્તિનું નામ દિનેશ હતું. દિનેશ પંચાયત સમિતિમાં ક્લાર્ક તરીકે નોકરી કરતા હતા. દિનેશના મોતના સમાચાર મળતા જ પંચાયત સમિતિ કચેરીમાં પણ માતમ છવાઈ ગયો હતો. જાણવા મળી રહ્યું છે કે દિનેશભાઈ દરરોજની જેમ સવારે પોતાની બાઇક લઈને ઘરેથી ઓફિસ જવા માટે નીકળ્યા હતા.

હજુ તો તેઓ ઘરથી થોડીક દૂર પહોંચ્યા હતા ત્યારે સામેથી આવી રહેલી એક બાઈકે તેમની બાઇકને જોરદાર ટક્કર લગાવી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે અકસ્માતની ઘટનામાં દિનેશભાઈ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. અકસ્માતની ઘટના બનતા જ આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પછી એમ્બ્યુલન્સની મદદથી દિનેશભાઈને સારવાર માટે મોકલી આપવામાં આવ્યા હતા.

પરંતુ દિનેશભાઈ ને યોગ્ય સારવાર મળે તે પહેલાં તો તેમનું મોત થઈ ગયું હતું. તેમના મોતના સમાચાર મળતા જ તેમના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો અને આખો પરિવાર દોડતો થઈ ગયો હતો. દિનેશભાઈ મૃત્યુના કારણે બે દીકરાઓએ પિતાની છત્રછાયા ગુમાવી છે. દિનેશભાઈની પત્નીનું બે વર્ષ પહેલાં અવસાન થઈ ગયું હતું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*