હાલમાં બનેલી એક સુસાઇડની ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં ધોરણ 11 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ પોતાના ઘરે ગળાફાંસો ખાઈ લીધો હતો. ત્યારબાદ પરિવારના સભ્યો દીકરાને નીચે ઉતારીને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા જ્યાં ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો.
દીકરાના મોતના સમાચાર મળતા જ પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. ઘટનાની માહિતી મળતા પોલીસ પોતાની ટીમ સાથે હોસ્પિટલ ખાતે પહોંચી આવી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ સુસાઇડની ઘટના અજમેરના અલવર ગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી સામે આવી રહી છે.
સુસાઇડ કરનાર વિદ્યાર્થીનું નામ જૈનેશ હતું અને તેની ઉંમર 18 વર્ષની હતી. મળતી માહિતી અનુસાર ગઈકાલે જૈનેશ મોડી રાત્રે પાર્ટીમાંથી ઘરે આવ્યો હતો. ઘરે આવ્યા બાદ તે પોતાના રૂમમાં ચાલ્યો ગયો હતો. પરિવારના સભ્યો જ્યારે સવારે દીકરાને જગાડવા ગયા ત્યારે દીકરાનું મૃતદેહ રૂમમાં લટકતી હાલતમાં જોવા મળ્યું હતું.
આ ઘટના બનતા જ ભારે ભાગદોડ મચી ગઈ હતી. ઘટના બનતા જ આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ત્યારબાદ લોકોએ ભેગા મળીને દીકરાને ત્યાંથી નીચે ઉતાર્યો હતો અને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં હોસ્પિટલમાં ડોક્ટર દ્વારા જૈનેશની તપાસ કરવામાં આવી હતી અને તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો.
વિદ્યાર્થીએ શા માટે સુસાઇડ જેવું મોટું પગલું ભરી લીધું તેની કોઈપણ માહિતી સામે આવી નથી. હાલમાં તો આ ઘટનાને લઈને પોલીસ કાર્યવાહી કરી રહે છે. વિગતવાર વાત કર્યા તો મૃત્યુ પામેલો યુવક ધોરણ 11 માં ખાનગી શાળામાં અભ્યાસ કરતો હતો. રવિવારના રોજ યુવક એક પાર્ટીમાં ગયો હતો અને પાર્ટીમાંથી મોડી રાત્રે ઘરે આવ્યા બાદ તેને સુસાઇડ કર્યું હતું.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment