સુરત શહેરમાં બેફામ રીતે દોડતી સીટી બસના કારણે અકસ્માતની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહે છે. ત્યારે સીટી બસ ચાલક ના કારણે બનેલી વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતની ઘટનામાં એક મહિલાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. સ્કુટી પર સવાર થઈને માં-દીકરી જતા હતા. ત્યારે પાછળથી પુરપાડ ઝડપે આવતી સિટી બસ ચાલકે બંનેને અડફેટેમાં લીધા હતા.
આ ઘટનામાં દીકરીની નજર સામે માતાનું કમકમાટીભર્યું મોત થયું હતું. અકસ્માતની ઘટના બન્યા બાદ આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. સમગ્ર અકસ્માતની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. અકસ્માતની ઘટનામાં મૃત્યુ પામેલી મહિલાની દીકરીને ઈજા પહોંચી છે. જેની સારવાર હોસ્પિટલમાં ચાલી રહી છે.
વિગતવાર વાત કરીએ તો સુરતના બેગમપુરા મુરગવાન ટેકરા પાસે રહેતા હુસેન શેખ નામના વ્યક્તિ ડ્રાઇવરની નોકરી કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમના બંને સંતાનો પીપલોદની શારદાયતન સ્કૂલમાં ભણે છે. ગુરૂવારના રોજ હુસેન તેની 41 વર્ષની પત્ની ફરહાનબાનુ પોતાના સંતાનોને સ્કૂલે લેવા માટે અલગ અલગ મોપેડ અને બાઈક લઈને ગયા હતા.
આ દરમિયાન હુસેન દીકરાને લઈને આગળ નીકળી ગયો હતો. જ્યારે ફરહાનબાનુ પોતાની સોળ વર્ષની દીકરી સાથે મોપેડમાં પાછળ આવતી હતી. આ દરમિયાન પાર્લેપોઇન્ટ લાલ બંગલાની સામેથી તેઓ પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન પાછળથી પૂરપાટ ઝડપે આવતી સિટી બસે તેમને જોરદાર ટક્કર લગાવી હતી.
અકસ્માતની ઘટના બન્યા બાદ આસપાસના લોકો ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા અને 108ની મદદથી મા-દીકરીને સારવાર માટે તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ત્યાં હોસ્પિટલમાં હાજર ડોક્ટરે ફરહાનબાનુ મૃત જાહેર કર્યા હતા. જ્યારે 16 વર્ષની દીકરી ઇજાગ્રસ્ત થઈ હતી તેને સારવાર આપીને રજા આપી દેવામાં આવી હતી.
સમગ્ર ઘટના નજીકમાં લાગેલા એક સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. હાલમાં આ ઘટનાના સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. સમગ્ર ઘટના બન્યા બાદ પોલીસ પણ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી આવી હતી. પોલીસે સિટી બસના ડ્રાઈવર સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment