મિત્રો અકસ્માતની ઘટનાઓ દિવસે અને દિવસે વધી રહે છે. તમે ઘણી એવી અકસ્માતની ઘટનાઓ સાંભળી હશે. જેમાં બીજાની ભૂલના કારણે અન્ય લોકોને અકસ્માતમાં ભોગ બનવું પડતું હોય છે અને ઘણી એવી અકસ્માતની ઘટનાઓ સાંભળી હશે જેમાં હોય બીજાની ભૂલ અને વાંક આવતો હોય બીજાનો.
ત્યારે હાલમાં બનેલી તેવી જ એક અકસ્માતની ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે. વાયરલ થયેલા વીડિયોમાં શેરીમાં રમતા એક નાનકડા એવો બાળક અકસ્માતનો શિકાર બને છે. સદનસીબે આ ઘટનામાં બાળકને કઈ થતું નથી. વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક નાનકડો એવો બાળક શેરીમાં રમી રહ્યો છે.
ત્યારે તે અચાનક જ દોડીને રોડ ક્રોસ કરવાનો પ્રયાસ કરે છે. આ દરમિયાન તે ત્યાંથી પસાર થતી બાઇકની અડફેટમાં આવી ગયો હતો. આ ઘટનામાં માસુમ બાળક બાઇકની નીચે દબાઈ જાય છે. પરંતુ બાઈક ચાલક યોગ્ય સમયે બાઇકને ઉભી કરી લે છે જેના કારણે બાળક બચી ગયો હતો.
આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. મિત્રો દિવાલની પાછળથી અચાનક જ બાળક રોડ ઉપર દોડીને આવ્યો હતો. જેના કારણે આ અકસ્માતની ઘટના બની હતી. અમારા મત મુજબ આ અકસ્માતની ઘટનામાં બાઈક ચાલકનો જરાક પણ વાંક નથી.
ઘરની બહાર રમતો બાળક બાઈકની અડફેટેમાં આવી ગયો, વીડિયો જોઈને તમે જ કહો અકસ્માતમાં કોની ભૂલ હતી…જુઓ અકસ્માતનો વિડીયો… pic.twitter.com/rnGZ2iJJaQ
— GUJJU ROCKZ (@gujju_rockz) November 9, 2022
અમે દરેક માતા પિતાને કહેવા માગીએ છીએ કે તમારા ઘરમાં રહેલા નાના બાળકોને આ રીતે કોઈપણ દિવસ રોડ ઉપર એકલા ન મૂકો. અકસ્માતની ઘટનાના વાયરલ થયેલા સીસીટીવી ફૂટેજ જોઈને તમે જ કહો કે આ અકસ્માતની ઘટનામાં કોની ભૂલ હતી. વીડિયો જોઈને તમારું મંતવ્ય કોમેન્ટ બોક્સમાં જરૂર લખજો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment