ગાંધીનગરના એક ચીફ ઓફિસરે પત્રકારનું માઈક તોડી નાખ્યું, ત્યારબાદ પૂછપરછમાં કહ્યું એવું કે… જુઓ વિડિયો.

117

ભારતના ચાર સ્તંભો માંથી એક સ્તંભ છે મીડિયા, તે મીડિયા પર દાદાગીરી નો મામલો ગાંધીનગરમાં સામે આવ્યો છે. ગાંધીનગરના કલોલની નગરપાલિકામાં ચીફ ઓફિસરની દાદાગીરીનો વીડિયો સામે આવ્યો છે. જ્યાં એક ખાનગી પત્રકાર ચીફ ઓફિસરને સવાલ પૂછતો હોય છે ત્યારે આ સમગ્ર મામલો બને છે.

જ્યારે પત્રકાર ચીફ ઓફિસરને સવાલ પૂછ્યો ત્યારે ચીફ અધિકારીએ ગુસ્સામાં પત્રકાર નું માઈક તોડી નાખ્યું. મળતા અહેવાલ મુજબ ખાનગી ચેનલના પત્રકાર અને નગરપાલિકામાં ન પ્રવેશ મળતા.

પત્રકાર ચીફ ઓફિસર પાસે પહોંચ્યા હતા અને જવાબ માંગ્યા હતા. પરંતુ ચીફ ઓફિસરે જવાબ આપવાને બદલે પોતાની દાદાગીરી દેખાડી હતી અને પત્રકાર ના હાથમાંથી માયક લઈ ને તોડી નાખ્યું હતું.

આ સમગ્ર ઘટના પત્રકાર સાથે આવેલા કેમેરામેને પોતાના કેમેરામાં કેદ કરી લીધી હતી. પત્રકાર સાથે ગેરવર્તન કર્યા બાદ ન્યૂઝ મીડિયા ચેનલ લે ચીફ ઓફિસર સાથે વાતચીત કરી હતી.

અને વાતચીતમાં નગરપાલિકાના ચીફ ઓફિસર નિતીન બોડાતે જવાબ આપતા કહ્યું કે, મેં પત્રકારનું માઇક તોડ્યું છે. તે પત્રકાર નું નામ હાર્દિક પ્રજાપતિ છે. અને આ પ્રકારના પત્રકાર અમારી સાથે અવારનવાર RTI ના મામલે સંઘર્ષમાં આવેલા છે.

આ ઉપરાંત ચીફ ઓફિસરે પત્રકાર પર આક્ષેપો લગાવતા કહ્યું કે અમારા ઇન્ટરવ્યૂમાં તેઓ અમારી પરવાનગી વિના ઘૂસી આવ્યા હતા. આજરોજ અમારા બોર્ડની બેઠક ના દસ મિનિટ અગાઉ આવીને મારી સાથે ગેરવર્તન કર્યું હતું. જેના કારણે આ રીતની ઘટના ઉભી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!