હાલમાં બનેલી એક દુઃખદ ઘટના સામે આવી રહી છે. આ ઘટના દરેક માતા-પિતા માટે ચેતવણી રૂપ છે. આ ઘટનામાં રમતા રમતા ત્રણ વર્ષના માસુમ બાળક સાથે કંઈક એવું બન્યું કે માતા-પિતાને હોવાનો વારો આવ્યો હતો. જાણવા મળી રહ્યું છે કે ત્રીજા માળે રમતી વખતે બાળક ઉપરથી નીચે પડ્યો હતો. આ કારણોસર તેનું મોત થયું હતું.
બાળક રમતા રમતા બાલ્કની માં આવેલી રેલિંગ પર ચડ્યો હતો. આ દરમિયાન તે લપસી ગયો હતો અને તે ઉપરથી સીધો નીચે પડ્યો હતો. આ ઘટના બનતા જ આસપાસના લોકો તાત્કાલિક ત્યાં દોડીએ આવ્યા હતા પછી બાળકને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં શનિવારના રોજ સાંજના સમયે બાળકનું મૃત્યુ થયું હતું. આ ઘટના ઇંદોરના શિપ્રા વિસ્તારમાંથી સામે આવી રહી છે.
વિગતવાર વાત કરીએ તો મૃત્યુ પામેલા બાળકનું નામ મયંક હતું અને તેની ઉંમર ત્રણ વર્ષની હતી. મયંક નું શનિવારના રોજ એમવાય હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું. પોલીસના જણાવ્યા અનુસાર શુક્રવારના રોજ મયંક ઘરના ત્રીજા માળની બાલકની માંથી લપસીને નીચે પડ્યો હતો. ઘટના બનતા જ આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્ત થયેલા મયંકને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા.
જ્યાં હોસ્પિટલમાં શનિવારના રોજ સાંજના સમયે સારવાર દરમિયાન અંતિમ શ્વાસ લીધા હતા. મૃત્યુ પામેલા બાળકના પિતા બેકરી પર કામ કરે છે. ત્યારે મયંકની માતા રૂમમાં તેની અઢી મહિનાની દીકરીને ખવડાવતી હતી. આ દરમિયાન મયંકર રમતા રમતા બાલ્કનીમાં પહોંચ્યો હતો. ત્યારે મયંક બાલ્કની માંથી નીચે પડ્યો હતો.
પછી આ ઘટનાની જાણ મયંકની માતાને કરવામાં આવી હતી અને મયંકને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. જ્યાં મયંકનું સારવાર દરમિયાન મોત થયું હતું. મયંકના મોતના સમાચાર મળતા જ માતા પિતાએ હૈયાફાટ રૂદન કર્યું હતું. બહેન સરખું ભાઈ બોલતા શીખે તે પહેલા તો ભાઈનું કરુણ મોત થયું છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment